Video: બનાસકાંઠાના કાંકરેજમાં જોતજોતામાં ભીમકાય ડમ્પર પાણીમાં તણાયું, 6 લોકોને બચાવાયા

News18 Gujarati
Updated: August 14, 2020, 5:05 PM IST
Video: બનાસકાંઠાના કાંકરેજમાં જોતજોતામાં ભીમકાય ડમ્પર પાણીમાં તણાયું, 6 લોકોને બચાવાયા
ઘટનાની તસવીર

ડમ્પરમાં સવાર છ લોકોને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા. ઘટના બાદ રોડને વાહની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો.

  • Share this:
બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતમાં આવેલા બનસાકાંઠા (Banaskantha) જિલ્લામાં ગુરુવાર રાતથી જ વરસાદ પડી રહ્યો છે. જેના પગલે બનાસકાંઠાની નદીઓમાં પાણીના આવક વધી છે. ત્યારે કાંકરેજના (kankarej) ટોટણા અસાલડી ગામમાં (totana asaladi village ) એક ડમ્પર (Dumper) પાણીના પ્રવાહમાં તણાયું હોવાનું ઘટના બની હતી. ઘટનામાં ડમ્પરના ડ્રાઈવર સહિત 6 લોકોને બચાવી લેવાયા છે.

મળતી માહિતી પ્રમાણે બનાસકાઠાંમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પાણીની આવક વધી હતી. જેના થરા હારીજ રોડ ઉપર આ પાણી વહી રહ્યા હતા. કાંકરેજના ટોટણા અસાલડીમાં રોડ ઉપર વરસાદી પાણી વહી રહ્યું હતું. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ડમ્પર ચાલકે સામે કાંઠે જવા માટે ડમ્પરને આગળ વધાર્યું હતું.

વીડિયોમાં જોઈ સરકાય છે તેમ ડમ્પર અડધા રસ્તેથી આગળ વધે છે ત્યારે ભારે પાણીના પ્રવાહના કારણે ધીમે ધીમે રોડના કિનારા તરફ ખેંચાતું જાય છે. અને છેવટે ડમ્પર પાણીમાં તણાઈ જાય છે. જોકે, સ્થાનિક લોકોએ ડમ્પરમાં સવાર ડ્રાઈવર સહિત 6 લોકોને બચાવી લીધા હતા. જોકે, આ ઘટનામાં બંને કાંઠે ઊભેલા સ્થાનિક લોકોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-વેટલિફ્ટરે ખોટી રીતે ઉઠાવ્યું 400 kg વજન, તૂટી ગયા બંને ઘૂંટણ, જુઓ video

આ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! શરીર ઉપર આગ લગાડી ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ દિલધડક તસવીરો

આ પણ વાંચોઃ-પુત્રએ મુંડન, તર્પણ વિધિ કર્યા બાદ પિતાની કરી હત્યા, કારણ જાણીને તમે ચોંકી જશોઆ મામલે થરાના મામલતદાર એમ.ટી રાજપુતના જણાવ્યા પ્રમાણે રોડ ઉપર પાણીનો પ્રવાહ ઓછો હતો માટે વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો. ડમ્પર જ્યારે પાણીમાં ઉતર્યું ત્યારે પ્રવાહ ઓછો હતો. પરંતુ અડધે પહોંચ્યું ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ડમ્પર કિનારા તરફ ખસવા લાગ્યું હતું અને અંતે તે પાણીમાં તણાયું હતું.

વીડિયોમાં જુઓ ડમ્પર કેવી રીતે પાણીમાં તણાઈ જાય છે

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ડમ્પરમાં સવાર છ લોકોને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા. ઘટના બાદ રોડને વાહની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તેમના જણાવ્યા પ્રમાણે આજુબાજુના ગામડાઓમાં પડેલા વરસાદના કારણે બનાસ નદીમાં વહેણ આ્વ્યું છે. ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ ઉતાર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
Published by: ankit patel
First published: August 13, 2020, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading