Home /News /north-gujarat /બ.કાં.માં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું, 42 ડીગ્રી ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત

બ.કાં.માં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું, 42 ડીગ્રી ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત

    બનાસકાંઠા જિલ્લાના આજે તાપમાનનો પારો સિઝનનો સૌથી વધુ નોંધાયો છે. આજે તાપમાનનો પારો 42 ડીગ્રી નોંધાતા તેની સ્પષ્ટ અસર જનજીવન પર જોવા મળી હતી.

    બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે આજે સવારથી ગરમ લૂ અને સુક્કા હવામાનના પગલે શહેરના માર્ગો સુમસામ જોવા મળી રહ્યા હતા. બપોર બાદ આગ ઝરતી ગરમીના લીધે જનજીવન સહિત અબોલ પશુઓની હાલત પણ કફોડી થઈ ગઈ હતી. શહેરના મુખ્યમાર્ગો સુમસામ બની જાય છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આજે તાપમાનનો પારો 42 સેલ્શિયસે પહોંચી ગયો હતો. 42 ડિગ્રી આ મૌસમની સૌથી વધુ ગરમી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.

    એક રાહદારી રોહિતભાઈને પુછતા તેમણે કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી ગરમી વધી ગઈ છે, દિવસે આગ વરસતી હોય તેવું લાગે છે.

    સ્થાનિક ગાજેન્દ્રભાઈએ કહ્યું કે, ગરમીના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે, ગરમીના કારણે બપોરના સમયે તો બહાર નીકળી શકાતું નથી.

    સ્ટોરી - આનંદ જયસ્વાલ
    Published by:kiran mehta
    First published:

    Tags: Banaskantha, Heatwave

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन