પાલનપુરમાં રામલખન કુલ્ફી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગના દરોડા

બનાસકાંઠાઃ પાલનપુરમાં રામલખન કુલ્ફી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગની તપાસ.

  • Share this:
    બનાસકાંઠા: ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે પાલનપુરમાં આવેલી રામલખન કુલ્ફી ફેક્ટરીમાં અખાદ્ય કૂલ્ફી બનાવવાને લઈ આજે દરોડા પાડવામાં આવ્યા હતા. કુલ્ફીની ફેક્ટરીમાંથી અખાદ્ય કુલ્ફી તથા બીજી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

    મળતી વધુ વિગત મુજબ, ગરમીની સીઝન શરૂ થઈ ગયા બાદ આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સક્રિય થઈ ગયા છે. બજારમાં મળતાં કુલ્ફી, બરફના ગોળા, આઇસ્ક્રીમ વગેરે અખાદ્ય વસ્તુઓનો લોકો ભોગ ન બને એ માટે આરોગ્ય વિભાગ દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. અખાદ્ય કૂલ્ફી બનાવવાની ફરિયાદ મળતાં જ આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુરમાં આવેલી આરોગ્ય વિભાગ દ્વારા રામલખન કૂલ્ફી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં અખાદ્ય કૂલ્ફી અને બીજી સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા રામલખન કૂલ્ફી ફેક્ટરીના માલિકને નોટિસ પણ આપવામાં આવી છે.
    Published by:Sanjay Joshi
    First published: