Home /News /north-gujarat /જો મારા પર આક્ષેપો સાબિત થશે તો રાજકારણ છોડી દઇશ: હરિભાઇ ચૌધરી
જો મારા પર આક્ષેપો સાબિત થશે તો રાજકારણ છોડી દઇશ: હરિભાઇ ચૌધરી
સીબીઆઇના ટોચના અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ભાજપના સાંસદ હરિભાઇ ચૌધરી અને કેન્દ્ર સરકારમાં મંત્રી ઉપર બે કરોડ જેવી માતબર રકમ લાંચમાં લેવાના આક્ષેપ થયો છે
સીબીઆઇના ટોચના અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ભાજપના સાંસદ હરિભાઇ ચૌધરી અને કેન્દ્ર સરકારમાં મંત્રી ઉપર બે કરોડ જેવી માતબર રકમ લાંચમાં લેવાના આક્ષેપ થયા છે.
સીબીઆઇના ટોચના અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ભાજપના સાંસદ હરિભાઇ ચૌધરી અને કેન્દ્ર સરકારમાં મંત્રી ઉપર બે કરોડ જેવી માતબર રકમ લાંચમાં લેવાના આક્ષેપ થયા છે.
જેની પર આજે તેમણે જાહેર મંચ પરથી ખુલાસો આપતા કહ્યું કે, 'મારી પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે.'
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, ' 26 વર્ષના રાજકરણમાં ઝભ્ભા પર કોઇ દાગ પાડવા નથી દીધો. જો આક્ષેપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ. હું પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે જ ફરૂં છું. હું કોઇપણ એવું કામ નહીં કરૂં જેનાથી બનાસકાંઠા વાસીઓનું માથું ઝૂકે. '
નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નીરવ મોદી સામે તપાસના મામલે CBIની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. બેંક કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું હતુ. હરિભાઈ ચૌધરીને પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં બે કરોડ રૂપિયા આપ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.
PNB બેંક કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવતા ખળભળાટ મચ્યો હતો. આરોપી સતિષ સાનાએ હરિભાઈ ચૌધરીને લાંચ આપી હોવાની કબૂલાત કરી છે. જૂન 2018માં હરિભાઈને સતિષ સાનાએ લાંચ પેટે નાણાં આપ્યા હોવાની કબૂલાત કરી છે. તો CBI પોતાની તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. હાલમાં હરિભાઈ ચૌધરી કેન્દ્રીય ખાણ ખનીજના રાજ્યમંત્રી છે. ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.