હાર્દિક પટેલે અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવાર સાથે રક્ષાબંધન ઉજવી

પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે બનાસકાંઠામાં પાટીદાર આંદોલન સમયે થયેલા શહીદના પરિવારની મુલાકાત લીધી હતી.

News18 Gujarati
Updated: August 14, 2019, 2:42 PM IST
હાર્દિક પટેલે અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવાર સાથે રક્ષાબંધન ઉજવી
રાખડી બંધાવતો હાર્દિક પટેલ
News18 Gujarati
Updated: August 14, 2019, 2:42 PM IST
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે બનાસકાંઠામાં પાટીદાર આંદોલન સમયે થયેલા શહીદના પરિવારની મુલાકાત લીધી હતી. શહીદ પરિવારની બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

બનાસકાંઠામાં આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ પાટીદાર આંદોલન સમયે શહીદ થયેલા પરિવાર અને પાલનપુરની સબજેલમાં ખોટા નાર્કોટિક્સ કેસ માં કેદ સંજીવ ભટ્ટ ને મળવા માટે આવ્યા હતા પરંતુ રસ્તા માજ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી મોડા છોડી દેવાયા હતા.

બાદમાં હાર્દિક પટેલ શહીદ થયેલા પાટીદાર પરિવારની મુલાકાત લીધી હતી. અને શહીદ થયેલા પરિવારની બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ-પ્રાંતિજની નર્સનો ટિકટોક વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ થઇ

સાથે જ રાખડી બાંધ્યા બાદ હાર્દિક પટેલે ગીતાબેન પટેલને સો રૂપિયા આપ્યા હતા. ત્યારે શાહીદ પરિવારે પણ હાર્દિકનો આભાર માન્યો હતો. અને હાર્દિક પટેલે પણ કંઈક સારું કરવાની ખાત્રી આપી હતી.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...