હાર્દિક અને લાલજી પટેલ પાલનપુરથી ઉંઝા સુધીની સદભાવના યાત્રામાં જોડાયા

હાર્દિક પટેલ

ઢુંઢર બળાત્કાર બાદ ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ પરપ્રાંતિયો પર હુમલાની ઘટના અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, "દેશમાં દરેક નાગરિકને રહેવાનો અધિકાર છે."

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા

  બનાસકાંઠાઃ વિવિધ માંગણીઓને લઈને રવિવારે પાટીદારોએ પાલનપુરથી ઉંઝા સુધીની સદભાવના યાત્રા કાઢી છે. પાટીદારોની આ પદયાત્રામાં પાસના સ્થાપક હાર્દિક પટેલ અને એસપીજીના નેતા લાલજી પટેલ પણ પહોંચ્યા હતા. તે સાથે આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે. રાજ્યમાં પાટીદારો તેમજ અન્ય સમાજ વચ્ચે સદભાવના જળવાઈ રહે તે માટે આ યાત્રા કાઢવમાં આવી છે. પાલનપુરથી નીકળેલી સદભાવના યાત્રા બ્રાહ્મણવાડા સુધી જશે અને ત્યાંથી પાટીદારો પગપાળા ઊંઝા ઉમિયા માતાના મંદિરે પહોંચશે.

  આ યાત્રામાં હાથમાં બેનરો સાથે તેમજ 'જય સરદાર, જય પાટીદાર'ના નારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ટ્રેક્ટરોમાં સવાર થઈને મોટી સંખ્યામાં નીકળેલા પાટીદારોએ તેમના સમાજના અનામત, ખેડૂતોના દેવા માફી અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિની માંગને વધારે પ્રબળ બનાવી છે.

  પાલનપુરથી ઉંઝા સુધીની સદભાવના યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે.


  આ પ્રસંગે હાર્દિક અને લાલજી પટેલે કહ્યું કે, અનામત આંદોલન માત્ર પાટીદાર સમાજનું નથી. તમામ બીનઅનામત વર્ગ અમારી સાથે જોડાય અને રાજ્યમાં સદભાવના જળવાયેલી રહે તે હેતુથી આ સદભાવના યાત્રા કાઢવમાં આવી છે.

  આ પ્રસંગે હાર્દિકે કહ્યુ કે,
  ખેડૂતોને દેવા માફી, પાટીદારોને અનામત, અલ્પેશની જેલ મુક્તિની માંગણીને લઈને સમાજે સક્રિય થઈને મને સાથ આપ્યો છે. શહીદ થયેલા પાટીદારોના પરિવારોને ન્યાય ન આપીને ભાજપ સરકારે સાબિત કર્યું છે કે તેમને કોઈની પડી નથી."


  જ્યારે લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર સંગઠન મજબૂત થાય તે માટેની આ યાત્રા છે. અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.

  હાર્દિક પટેલ


  આ દેશમાં દરેકને રહેવાનો અધિકારઃ હાર્દિક

  ઢુંઢર બળાત્કાર બાદ ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ પરપ્રાંતિયો પર હુમલાની ઘટના અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, "દેશમાં દરેક નાગરિકને રહેવાનો અધિકાર છે. ગુનેગારની કોઈ નાત, જાત કે ધર્મ નથી હોતો.
  Published by:Vinod Zankhaliya
  First published: