અમદાવાદ: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ (Weather department) તરફથી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેર (Ahmedabad city rain)માં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે આઠ જગ્યાએ એનડીઆરએફ (NDRF team)ની ટીમો તૈયાર રાખવામાં આવી છે, જેનાથી મુશ્કેલીના સમયમાં તાત્કાલિક રાહત કામ શરૂ કરી શકાય કે પછી લોકોની મદદ કરી શકાય. બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠાના પાલનપુર (Heavy rain in Palanpur)માં ચાર જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે.
પાલનપુરમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
બનાસકાંઠા જિલ્લા (Banaskantha district rain)માં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુર (Palanpur)માં આજે વહેલી સવારથી ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતીય મોસમ વિભાગ (IMD)ની આગાહી પગલે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ડીસા, પાલનપુર, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy rain in Banaskantha)ના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. પાલનપુર શહેરમાં પણ આજે સવારે ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.
લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા.
બ્રિજેશ્વર કોલોની, આબુ હાઇવે, ગઠામણ વિસ્તાર, ગણેશપુરા, આંબાવાડી અને મફતપુરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં બે-બે ફૂટ સુધી પાણી ગયું હતું. જેના કારણે લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. આ વિસ્તાર નીચણાવાળો હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. દર વર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાનિંગની કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ આ વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઇ જતા લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.
પાલનપુરમાં ભારે વરસાદ.
છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ: (Gujarat latest rain data)
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 10મી સપ્ટેમ્બરના રોજ પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના તલોદમાં પડ્યો છે. અરવલ્લીના મેઘરજમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગાંધીનગરના દહેગામ ખાતે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
રાજ્યમાં સરેરાશ 57.74% વરસાદ (Gujarat rain)
ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો કુલ 57.74% વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડેલો કુલ સરેરાશ વરસાદ 485 મિલી મીટર થયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સિઝનનો સરેરાશ 46.30%, ઉત્તર ગુજરાતમાં 46.03%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 49.38%, સૌરાષ્ટ્રમાં 61.56% અને દક્ષિણ ગુજરામાં 63.12% કુલ સરેરાશ વરસાદ પડ્યો છે. (ઇનપુટ: આનંદ જયસ્વાલ, બનાસકાંઠા)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર