Republic Day 2019 Live: પાલનપુરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી, રાજ્યપાલે ફરકાવ્યો તિરંગો

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ફરકાવ્યો તિરંગો

આજે તા.26 જાન્યુનઆરી 2019, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી.

  • Share this:
    આજે તા.26 જાન્યુનઆરી 2019, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં રાજ્યપાલ ઓ.પી કોહલી અને મુખ્યમંત્રી સી.એમ રૂપાણી હાજર રહ્યાં છે.

    મહત્વનું છે કે 70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર અમદાવાદ શહેર અને હેરિટેજ બિલ્ડિંગો તેમજ તમામ બ્રિજ પર રોશની કરવામાં આવી છે. એલિસબ્રિજ રિવરફ્રન્ટ પર તિરંગાના રંગોની રોશની કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત તેમજ રિવરફ્રન્ટ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શોને ધ્યાનમાં રાખીને પણ શહેરને શણગારવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ અમદાવાદીઓ પણ આ રોશની જોવા માટે ઊમટી પડ્યા હતા. રિવરફ્રન્ટ પરનો શોપિંગ ફેસ્ટિવલ 28 જાન્યુઆરીએ પૂરો થાય ત્યાં સુધી આ રોશની રહેશે.

    રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જીલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરાયેલ આયોજન અને હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્ય ક્ષસ્થારને પાલનપુર મુકામે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published: