ભાજપના સભ્યો જ દારૂ-જુગારના અડ્ડા અને ક્લબો ચલાવે છે: કૉંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરનો આક્ષેપ

ગેનીબેન ઠાકોર

Gujarat Local body polls: બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે ધીરે ધીરે ગરમી વધી રહી છે અને આ ગરમીની વચ્ચે સ્થાનિક સ્વારાજની ચૂંટણી જાહેર કરવામાં આવતા હવે ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body polls)ને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે. આ દરમિયાન ભાભર નગરપાલિકાની ચૂંટણી (Bhabhar Nagar Palica election) પહેલા જ કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (Congress MLA Geniben Thakor) ભાજપ (BJP) પર આકરા પ્રહારો કર્યા છે. ગેનીબેન ઠાકોરે ભાજપના ચૂંટાયેલા વર્તમાન સભ્યો જ દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા હોવાના ગંભીર આક્ષેપો કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

  બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે ધીરે ધીરે ગરમી વધી રહી છે અને આ ગરમીની વચ્ચે સ્થાનિક સ્વારાજની ચૂંટણી જાહેર કરવામાં આવતા હવે ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ આક્ષેપ અને પ્રતિ-આક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. ભાભર નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ શાસિત પાલિકાના સભ્યો પર ગંભીર આક્ષેપો કર્યા છે.

  આ પણ વાંચો: કોઈ પણ ટેસ્ટ આપ્યા વગર જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો કેવી રીતે!

  ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'ભાભર નગરપાલિકામાં પાંચ વર્ષના શાસનમાં ભાજપ સમસ્યાઓ હલ કરવામાં તો નિષ્ફળ રહી જ છે, પરંતુ ચૂંટાયેલા સભ્યો જ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, ક્લબો અને કોન્ટ્રાક્ટ ચલાવે છે. કોટવાલ જ ચોરી કરે ત્યારે જનતાનું શું થાય?'

  આ પણ વાંચો: સુરત હનીટ્રેપ કેસ: લોન લેવાનું કહીને એજન્ટની ઘરે બોલાવ્યો, મીઠી વાતો કરી ફોટો ક્લિક કરી લીધા

  ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, આ બધુ જ ભાભરના લોકોએ નિહાળ્યું છે. હવે ભાભરની જનતા ભાજપના શાસનથી કંટાળી ગઈ છે. આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ભાભરના લોકો પરિવર્તન લાવશે. ગેનીબેન ઠાકોરના આવા નિવેદન બાદ જિલ્લામાં વાતાવરણ ગરમાયું છે.

  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત

  ગત 23 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ તરફથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની 6 મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: