બનાસકાંઠા જિલ્લામા મનરેગામાં 50 કરોડના કૌભાંડનો હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીનો દાવો


Updated: August 1, 2020, 2:19 PM IST
બનાસકાંઠા જિલ્લામા મનરેગામાં 50 કરોડના કૌભાંડનો હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીનો દાવો
ભૂતિયા જોબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા બનાસકાંઠા જિલ્લાનું 50 કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભૂતિયા જોબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા બનાસકાંઠા જિલ્લાનું 50 કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

  • Share this:
બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગાના10 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ.જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. મનરેગામાં કામ ના કર્યું હોય એવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા, એટીએમ કાર્ડ ખુલી ગયા અને જોબકાર્ડ બની ગયા. ટીડીઓની સહીથી ભૂતિયા જોબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા બનાસકાંઠા જિલ્લાનું 50 કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલામા કૉંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કાળમાં ઘણા લોકો બેકાર બન્યા છે. જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. લગભગ 350 ગામમાં મનરેગાનું ખૂબ મોટું કૌભાંડ ચાલે છે. ગુજરાતના બાલુન્દ્રા ગામે ખૂબ મોટું કૌભાંડ થયું છે. 8થી 10 કરોડનું કૌભાંડ આ ગામમાં આચરવામાં આવ્યું છે.

કોરોનાના કાળમાં પણ સરકારનું વર્તન અતિ દર્દનીય : હાર્દિક પટેલ

કોરોનાના કાળમાં પણ સરકારનું વર્તન અતિ દર્દનીય છે . જોબ કાર્ડ પણ વેબસાઈટ પરથી ડીલીટ કરી દેવામાં આવ્યા છે. આ એક રાજ્યવ્યાપી કૌભાંડ છે. કૌભાંડ કરનાર તમામ લોકો ની ધરપકડ થવી જોઈએ..આખા બનાસકાંઠા જિલ્લા માં કૌભાંડ ચાલે છે.હોવાનો આક્ષેપ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કર્યો હતો.

આ પણ વંચો - સાબરકાંઠામાં રસ્તા પર વાઘ ફરતો દેખાયો? વન-વિભાગે શરૂ કરી તપાસ

આ અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ: મેવાણીતો અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની જવાબદારી છે. ગરીબ પરિવારને મદદ મળે પરંતુ ગુજરાતમાં મનરેગાનું ખૂબ જ મોટું કૌભાંડ થયું છે. ગરીબ લોકોના ખોટા એકાઉન્ટ બનાવમાં આવે છે. રાજ્યના દરેક ગામડામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. 5થી 10 કરોડ નું કૌભાંડ થયું છે.

આ પણ જુઓ - 

તેમણે વધુમાં જણાવ્યુ કે, સરપંચ અને ટીડીઓ તમામ લોકો આ કૌભાંડમાં શામિલ છે. જેથી અમારી માંગ છે કે, આ અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ બીજેપી કૌભાંડ કરવામાં માસ્ટર છે આ પ્રકારનું કામ નપુસંક કામ કહેલા તેવો આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો છે.

આ પણ વંચો - સુરત : શહેરમાં Coronaનું સંક્રમણ અટકાવવા નવતર પ્રયોગ, આ બોર્ડ જ્યાં જોવા મળે ત્યાં સાવધાની રાખો
Published by: Kaushal Pancholi
First published: August 1, 2020, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading