દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇ પટેલને પદ્મશ્રી સન્માન, દાડમની ખેતીથી કરી કમાલ

Haresh Suthar | News18 Gujarati
Updated: January 25, 2017, 5:24 PM IST
દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇ પટેલને પદ્મશ્રી સન્માન, દાડમની ખેતીથી કરી કમાલ
મન મક્કમ હોય તો પહાડ પણ નડતા નથી, આ ઉક્તિને સાર્થક કરતાં બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇએ દાડમની ખેતીમાં કમાલ કરી છે. આ સાફલ્ય ગાથા દિલ્હી સુધી પહોંચી છે અને ગેનાભાઇ પદ્મશ્રી માટે પસંદ થયા છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 25, 2017, 5:24 PM IST
પાલનપુર #મન મક્કમ હોય તો પહાડ પણ નડતા નથી, આ ઉક્તિને સાર્થક કરતાં બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇએ દાડમની ખેતીમાં કમાલ કરી છે. આ સાફલ્ય ગાથા દિલ્હી સુધી પહોંચી છે અને ગેનાભાઇ પદ્મશ્રી માટે પસંદ થયા છે.

સામાન્ય રીતે  ખેતી પડકારજનક છે. કુદરતી આફતો અને મોંઘા ખર્ચ કરીને પણ ખેડૂત પાકમાંથી માંડમાંડ ખર્ચ બાદ કરતા થોડું મેળવી શકે છે.પરંતુ બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇએ ખેતીની વ્યાખ્યા બદલી નાખી છે. દાડમ ની ખેતી કરી દિવ્યાંગ ખેડૂતે લાખણી પંથક અને વિસ્તારના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ પણ બદલી નાખી.

એક અનાર 100 બીમારી માટે ની દવા સમાન છે જો કે ગેનાભાઇએ આજે અનારને પોતાની સિદ્ધિ બનાવી નામના મેળવી છે. ગેનાભાઈએ ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ એમની સફળતા ઉડીને આંખે વળગે એવી છે.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણથી પ્રભાવિત થતાં એમણે બાગાયતી ખેતીમાં ઝંપલાવ્યું અને આજે સિધ્ધિના સોપાન સર કર્યા છે. ગેનાભાઈએ ઈન્ટરનેટ ના માધ્યમથી તેમજ બનાસકાંઠા ની કૃષિ યુનીવર્સીટી અને ખેતીવાડી વિભાગમાંથી માહિતી એકઠી કરી દાડમની ખેતીમાં ડંકો વગાડ્યો છે.

પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થતાં દિલ્હીથી ફોન આવતાં ગેનાભાઇ ખુશીને લીધે કંઇ બોલી પણ શક્યા ન હતા. ગેનાભાઇએ ઉત્તર ગુજરાતની સાથોસાથ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું હોવાનો ગર્વ પરિવાર વ્યક્ત કરી રહ્યો છે.
First published: January 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर