બનાસકાંઠામાં પણ પહોંચ્યો કોરોના, પાંચ વર્ષનાં બાળક અને 55 વર્ષનાં પુરુષનો રિપોર્ટ પોઝિટિવ

બનાસકાંઠામાં પણ પહોંચ્યો કોરોના, પાંચ વર્ષનાં બાળક અને 55 વર્ષનાં પુરુષનો રિપોર્ટ પોઝિટિવ
હાલ ડૉક્ટર્સ પણ આ મામલે રિસર્ચ કરી રહ્યા છે. કે કેમ આવી રીતે ડાધ નીકળે છે. પણ ડોક્ટર્સે લોકોને સાવધાન રહેવાનું કહ્યું છે. જો તમારા પગમાં આ પ્રકારના નિશાન જોવા મળે છે તો તરત ડૉક્ટર્સને સંપર્ક કરો. સાથે આવું દરેક દર્દીઓ જોડે નથી થતું પણ કેટલાક દર્દીઓ સાથે થાય છે.

સુરતનો એક પરિવાર 24મી એપ્રિલનાં રોજ બનાસકાંઠાનાં મિઠાવી ચારણ ગામમાં આવ્યો હતો.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ પહેલો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. વાવ તાલુકાનાં મિઠાવી ચારણ ગામમાં પાંચ વર્ષનાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે પાલનપુરનાં 55 વર્ષનાં ભાઇનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરહદી વિસ્તારમાં કોરોના વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. હાલ બાળકને સિવિલ હૉસ્પિટલનાં આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

  બાળકનો પરિવાર સુરતથી આવ્યો હતો  આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરતનો એક પરિવાર 24મી  માર્ચનાં રોજ બનાસકાંઠાનાં મિઠાવી ચારણ ગામમાં આવ્યો હતો. જેમાંથી પરિવારનાં પાંચ વર્ષનાં બાળકમાં પાંચમી એપ્રિલનાં રોજ કોરોનાનાં લક્ષણો દેખાતા તેને ડૉક્ટર પાસે લઇ જવામાં આવ્યો હતો. જેનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ પાલનપુર સિવિલ હૉસ્પિટલનાં આઇશોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ પરિવારનાં અન્ય લોકોનાં પણ સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. સરહદી વિસ્તારમાં કોરોનાનો કેસ નોંધાતા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.

  પાલનપુરમાં 55 વર્ષનાં પુરુષનો પણ રિપોર્ટ પોઝિટિવ

  આ બાળકમાં લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયું છે. તેમણે 10 ટીમો બનાવીને 2500 લોકોનો સર્વે કરી દીધો છે. આ સાથે આ પરિવારનાં સંપર્કમાં આવેલા અન્ય લોકોને શોધીને તેમનો રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે પાલનપુરનાં 55 વર્ષનાં પુરુષ સમાભાઇ ખેમાભાઈ પરમારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 11મી એપ્રિલનાં રોજ 86 લોકોનાં રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં એક 55 વર્ષનાં પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  આ પણ વાંચો : સોમવારથી અમદાવાદ, રાજકોટ, વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત, રાજ્યમાં કોરોનાથી મૃત્યું આંક 25એ પહોંચ્યો

  નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 519 થઈ છે. જ્યારે ગઇકાલે રવિવારે સાંજે વડોદરમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 25 થયો છે. આ સામે 44 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં આજે 39, સુરતમાં 3, વડોદરાના નાગરવાડામાં 4 સહિત 6 અને આણંદમાં 3 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 24 કલાકમાં કુલ 4ના મોત થયા છે. જેમાં 3 મોત સિવિલ હોસ્પિટલમાં અને 1 SVP હોસ્પિટલમાં મોત થયું છે. આ સાથે આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયા છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ જુઓ - 
  First published:April 13, 2020, 07:38 am

  टॉप स्टोरीज