સખત નિર્ણય : દુષ્કર્મીઓને ફાંસીના માંચડે લટકાવી શકાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

સખત નિર્ણય : દુષ્કર્મીઓને ફાંસીના માંચડે લટકાવી શકાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે
પ્રદીપસિંહ જાડેજા.

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, દુષકૃત્યની ઘટનાના આરોપીઓને સખ્તાઇનો મેસેજ મળે તે રીતે કામ કરાશે.

 • Share this:
  ડિસામાં મૂકબધિર સગીરા (minor girl) પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં રાજ્યના (Gujarat) ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ((Pradipsinh Jadeja) મોટું નિવેદન આપ્યું છે. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આવી ઘટનાના આરોપીઓને સખ્તાઇનો મેસેજ મળે તે રીતે કામ કરાશે. ડિસાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ (Fast Track Court)માં ચલાવવાની મંજૂરી આપી દીધી છે. તેમણે તેના માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર (Special Public Prosecutor)ની નિમણૂંક કરવાની જાહેરાત પણ કરી છે. આ સાથે મહત્ત્વનું નિવેદન આપતા તેમણે જણાવ્યું કે, આવા કેસોનો દર 15 દિવસે રિવ્યૂ કરવામાં આવશે

  શહાદત દિવસની યાદમાં યોજાઇ હતી પરેડ  આજે ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ખાતે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યપોલીસ વડાની અધ્યક્ષતામાં પરેડ યોજાઈ હતી. જેમાં 21 ઓક્ટોબરના રોજ પોલીસ શહાદત દિવસની યાદમાં આ પરેડ યોજાઈ હતી. પરેડમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓનું સન્માન યોજાયું હતું. ત્યારબાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે, બનાસકાંઠામાં મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ બાદ હત્યા અંગે કડક શબ્દોમાં આરોપીઓને ચેતવણી આવી હતી.

  દુષકૃત્ય કરાનારાઓને સખ્તાઇનો મેસેજ

  ગૃહરાજ્યમંત્રી, પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, ડિસાની ઘટનામાં આરોપીઓને તાત્કાલિક સજા મળે તે માટે જરૂરી ફોરેન્સિકની અને બાકીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, જે નરાધમો આવી નાની દીકરીઓ પર દુષ્કૃત્ય કરે છે તેને ફાંસીનાં માંચડે લટકાવી શકાય તે માટે આ કેસને ફાસ્ટ ટ્રેકનાં માધ્યમથીઝડપથી આ ચૂકાદો આવે તે માટે સ્પેશિઅલ અધિકારીઓ પૂરા પાડવા અને આ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર આ કેસ લડશે. જે નરાધમો આ પ્રકારનાં દુષકૃત્ય કરે છે તેમને સખ્તાઇનો મેસેજ આપવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધા છે. આ સાથે આવા કેસના રિવ્યૂ અને ઝડપથી આ કેસ ચાલે અને ઝડપથી કેસની સજા અપાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે.

  શું હતી ઘટના?

  ડિસાના શિવનગરમાં રહેતી 12 વર્ષીય મૂકબધિર કિશોરી ગૂમ હતી. જેની ફરિયાદ નોંધાતા મોડી રાત્રે હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મૂકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો એક યુવક દેખાયો હતો. તો શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ 12 વર્ષીય કિશોરીની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું 20 ફૂટ દૂરથી મળી આવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોનાથી મજૂરોએ શનિવારે સવારે આઠ વાગે કિશોરીનો માથા વગરનો મૃતદેહ જોયો હતો.

  આણંદ: બ્લેકનાં વ્હાઇટ કરવાની લાલચમાં ટ્ર્સ્ટીઓએ ભારે ફસાયા, અપહરણ કરી માંગી ખંડણી

  ભારત, US, જાપાન અને ઓસ્ટ્રેલિયન નેવીના આ યુદ્ધાભ્યાસથી કેમ ચિંતિત થયું ચીન?

  કિશોરી અને આરોપી 24 વર્ષનો નીતિન માળી સગા મામા-ફોઇનાં ભાઇ બહેન હતાં. ડીસા સિવિલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરાયું છે. હત્યા 24 કલાક પહેલાં થઈ હોવાનું અનુમાન લગાવી શકાય. વિશેરા લઈ ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરાઇ હતી. કમરના ભાગે ડાબી બાજુએ ઇજા મળી છે. આ કિશોરીનાં પરિવારની માંગણી છે કે, આરોપીને ફાંસીની સજા થાય.  પ્રાથમિક પૂછપરછમાં નીતિન કિશોર માળી (24)એ કબૂલાત કરી હતી કે, કિશોરીનો રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તીક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ સાંયોગીક પુરાવાઓને આધારે તપાસ હાથ ધરી હતી. અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપી નીતિન માળી નામના યુવકની અટકાયત કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:October 21, 2020, 11:59 am

  ટૉપ ન્યૂઝ