બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે જ જિલ્લા કોગ્રેસ પ્રમુખ સામે છેતરપીંડીની ફરિયાદ થઇ હોવાની ઘટના સામે છે. જેમાં કોંગ્રેસના જ વરિષ્ઠ કાર્યકરે ફટીયાદ દાખલ કરતા કોંગ્રેસ માં હડકમ્પ મચી જવા પામ્યો છે.
બનાસકાંઠામાં કોંગ્રેસની માઠી દશા બેઠી છે અને જિલ્લા અને તાલુકા પંચાયતની ટીકીટ વહેંચણીમાં અસંતોષ થતા કોંગ્રેસ વિવાદ પરકાષ્ટાએ પહોંચ્યો છે. જેમાં ચૂંટણીમાં ફોર્મ ભરવાનો ગુરૂવારે અંતિમ દિવસ હતો. જ્યાં સાંજે મેન્ડેટ ન મળેલા કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
જે દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીર ચૌહાણે વડગામની વણસોલ તાલુકા પંચાયત બેઠક ઉપર ટીકીટ અપાવવા માટે કોંગ્રેસના કિસાન મજદુર સંઘના ઉપપ્રમુખ ફતાભાઇ કરેણ પાસેથી 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી જેના એડવાન્સ પેટે ફતાભાઇએ રૂપિયા 25000 આપ્યા હતા.
જોકે, તેમને ટિકીટ ન મળતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે લીધેલા 25 હજાર રૂપિયા પણ પરત ન આપતા ફતાભાઈ કરેણે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થતા જ જીલ્લા કૉંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરોમાં હડકમ્પ મચી જવા પામ્યો છે જ્યારે ફતાભાઈ એ પ્રમુખ ઝાકીર ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ પૈસાની લેતિદેતી થઈ હોવાનો ઓડિયો કલીપ પણ પોલીસ મથકે રજુ કરી છે.
ફરિયાદી ફતાભાઈ કારેને જણાવ્યું કે, મને વણસોલ સીટ પર ટીકીટ આપવાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પૈસા માંગ્યા હતા. જેમાં મેં 25 હજાર એડવાન્સ આપ્યા હતા પરંતુ ટીકીટ પણ ના આપીએ ને પૈસા પણ પરત ના આપતા ફરિયાદ કરી છે, ફરિયાદ બાદ ફરિયાદ પરત ખેંચવા મારા પર પ્રેસર ખૂબ આવી રહ્યું છે.
જ્યારે આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યુ હતું અને ટીકીટ ના મળતા ખોટા આક્ષેપો ગણાવી ભાજપ પ્રેરિત તેમના વિરુદ્ધ કાવતરું કરતા હોવાનું જણાવ્યું હતું.
હાલમાં તો, ફતાભાઈ કરેણ ની ફરિયાદ ના આધારે પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના ASI ભેમાભાઇએ જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકરને ટીકીટ આપવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પૈસા લીધા હતા પરંતુ ટીકીટ પણ ના આપી અને પૈસા પણ પાછા ના આપ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે જેની તપાસ ચાલુ છે.
બનાસકાંઠામાં ચૂંટણી પૂર્વજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે કોંગ્રેસ નો પ્રચાર-પ્રસાર શરૂ થાય તે પહેલાં જ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત ની ફરિયાદ દાખલ થતા હવે રાજકારણ ગરમાયુ છે.
સ્ટોરી - આનંદ જયસ્વાલ
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર