બનાસકાંઠાઃ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવનારા શિક્ષકો દંડ કરવામાં આવ્યો છે. બાળકોને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના 4 શિક્ષકોને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી વધુ વિગત મુજબ, આમ તો શિક્ષકને ઇશ્વર-ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ છેલ્લા બે મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા, ડીસા, સૂઈગામ, મોડાસામાં એવા કિસ્સા બહાર આવ્યા છે કે તમે એ સાંભળી હચમચી જશો. 20 માર્ચના રોજ ધાનેરાની મોટમેડા પ્રા. શાળામાં પહેલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને કક્કો ન આવડતાં બળવંત પટેલ નામના શિક્ષકે સોટી વડે ઢોરમાર માર્યો હતો. ઢોરમારને કારણે વિદ્યાર્થીને શરીર પર ઇજાઓ થઈ હતી.
બીજો એક બનાવ 16 માર્ચના રોજ સૂઇગામના બેણપ ગામની પ્રાથમિક શાળામાં બન્યો હતો. ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગશિક્ષક નિલાભાઇ રાણાએ રૂમમાં પૂરી સોટીથી માર માર્યો હતો. શિક્ષકના સોટીના મારથી વિદ્યાર્થીને મોટી ઇજા થતાં તેને સૂઇગામ સરકારી દવાખાનામાં સારવાર આપવી પડી હતી.
આવા બનાવો મીડિયા-ચેનલો-અખબારોમાં પ્રકાશિત થતાં શિક્ષણ વિભાગ હવે જાગી ગયો હોય એમ લાગે છે. શિક્ષણ વિભાગે હવે સક્રિય થઈ શિક્ષકો સામે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના 4 શિક્ષકોને બાળકોને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની કડક કાર્યવાહીથી જિલ્લાના શિક્ષકોમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણ વિભાગે મોડાસામાં શિક્ષકોના બાળકો પરના અત્યાચાર સામે હજી સુધી કોઈ પગલાં લીધાં નથી. વધુ વિગત માટે વિડિયો પર ક્લિક કરોઃ
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર