Home /News /north-gujarat /બનાસકાંઠાઃ થરાદ પાસેની નર્મદા કેનાલમાંથી એક સાથે મળી ચાર લાશ

બનાસકાંઠાઃ થરાદ પાસેની નર્મદા કેનાલમાંથી એક સાથે મળી ચાર લાશ

હોસ્પિટલ બહાર પરિવારજનો

આજે વધુ ચાર લોકોના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે. એક સાથે ચાર લાશ મળતા અનેક તર્ક વિતર્કો સેવાઇ રહ્યા છે.

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ સામાન્ય રીતે આત્મહત્યા કરવામાં માટે લોકોને નર્મદા કેનાલનો ઉપયોગ કરવા સામાન્ય બની ગયો છે. ત્યારે બનાસકાંઠામાં થરાદ પાસે આવેલી નર્મદા કેના જાણે મોતની કેનાલ બની ગઇ છે. આ કેનામાં છેલ્લા એક મહિનામાં 10 લોકોએ છંપલાવીને મોતને વ્હાલું કર્યું છે. આજે વધુ ચાર લોકોના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે. એક સાથે ચાર લાશ મળતા અનેક તર્ક વિતર્કો સેવાઇ રહ્યા છે.

  મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના થરાદ પાસે નર્મદા કેનાલ પાસે આજે શુક્રવારે ચારથી વધુ લાશો મળી હતી. જેના પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તમામની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પ્રાથમિક તપાસ હાથધરી હતી.

  પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચાર મૃતદેહો પૈકી બે બાળકો અને માતા અને એક આધેડનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ઠાકોર સમાજના હોવાનું પણ અનુમાન લગાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, એક મહિનામાં થરાદ પાસેની નર્મદા કેનાલમાં 10 લોકોએ ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું.
  Published by:ankit patel
  First published:

  Tags: Banaskantha, Narmada canal, Tharad, ઉત્તર ગુજરાત, પોલીસ`

  विज्ञापन
  विज्ञापन