બનાસકાંઠા: અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરી ચલાવી 16 લાખની લૂંટ

News18 Gujarati
Updated: May 16, 2018, 12:17 PM IST
બનાસકાંઠા: અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરી ચલાવી 16 લાખની લૂંટ
News18 Gujarati
Updated: May 16, 2018, 12:17 PM IST
રાજ્યમાં દિવસેને દિવસે ચોરી અને ફાયરિંગના બનાવો વધતા જાય છે. અસામાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ અંધાધૂંધ ફાયરિંગ કરી લાખોની લૂંટ ચલાવી રહ્યાં છે. ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના વડગામના મોરિયા નજીકથી સામે આવ્યો છે.

ઘટનાની વિગત અનુસાર બનાસકાંઠાના મોરિયા નજીક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને રૂપિયા 16 લાખની લૂંટ ચલાવી હતી. અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહત્વનું છે કે દૂધ મંડળીના બે કર્મચારીઓ પૈસા લઈને જઈ રહ્યાં હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેના પર ફાયરિંગ કર્યું હતું અને તેની પાસે રહેલા 16 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ શખ્સોએ લૂંટની ઘટનાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને નાકાબંધી કરી છે. અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर