આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠામાં (banaskantha) મુખ્યમંત્રી (Gujarat CM) પાસે એક કરોડની ખંડણી (Ransom) માંગનાર બટુક મોરારી ને રાજસ્થાન થી દબોચી લેવાયો છે અને મુખ્યમંત્રી પાસે ખંડણી માંગી જાનથી મારી નાખવાનો વીડિયો (video) ડીસામાં (deesa) બન્યો હોવાથી ડીસા દક્ષિણ પોલીસે (deesa south police) બટુકમોરારી (Batukmorari) સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના વાવના મહેશ શંકરલાલ ત્રિવેદી ઉર્ફે રામકથાકાર બટુક મોરારીએ બે દિવસ અગાઉ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. બટુક મોરારીએ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી અને જો પૈસા નહીં પહોંચાડે તો અકસ્માત કરાવી જાનથી મરાવી નાખવાની ધમકી આપતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો.
આ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વાવ પોલીસ સહિત બનાસકાંઠા જિલ્લા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આ મહેશભાઈ ઉર્ફે બટુક મોરારી રાજસ્થાનના રેવદર પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો.
પ્રાથમિક પૂછપરછ કરતા આ બટુક મોરારી ડીસામાં ફુવારા સર્કલ પાસ આવેલી શિવ હોટલમાં 25 નવેમ્બરના રોજ રોકાયો હતો અને તે દિવસે સાંજે પાંચ વાગ્યે આ હોટલના રૂમમાં જ તેને આ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
જેથી ડીસા દક્ષિણ દક્ષિણ પોલીસ એ આ બટુક મોરારી સામે સાર્વજનિક શાંતિ ભંગ તેમજ જાણી જોઈને દુર્ભાગ્યપૂર્ણ વ્યવહાર કરવા બદલ કલમ 124- એ, 153, 387, 508 અને 501 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે વીડિયોની શરુઆતમાં બટુકમોરારી પોતાનો પરિચય આપે છે. અને પછી ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કહે છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 દિવસમાં એક કરોડ રૂપિયા કોઈની સાથે મોકલાવી દેજો. નહીં તો ક્યાંય અકસ્માતમાં માર્યો જઈશ ખબર પણ નહીં પડે. આ ઉપરાંત 11 દિવસમાં પૈસા નહીં મોકલાવે તો 3 મહિનામાં જ પટેલની સરકાર પડી ભાંગશે ફરી ક્યારે પટેલની સરકાર નહીં આવે.
તમને ખુરશી ઉપર બેસાડ્યા છે એની ગુરુ દક્ષિણા પહોંચી કરો જો. એક કરોડ રૂપિયા કોઈની પણ સાથે મોકલી આપજો નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો. અને બે દિવસ બાદ ડીસા દક્ષિણ પોલીસમાં બટુકમોરારી સામે ફરિયાદ નોંધાઈ છે અને રાજસ્થાનના બોર્ડર નજીકના ગામમાં પકડી પાડ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર