બનાસકાંઠઃ 7 માસની બાળકીને ડામ કેસમાં પિતા, દાદા અને ભૂવા સામે ફરિયાદ

બનાસકાંઠાના લાખણી તાલુકના ગણતા ગામે સાત માસની દિકરીને શ્વાસની બિમારી થતાં તેણીને અસાસણ ગામના માવજીભાઇ સવદારસભાઇ ઠાકોરે ડામ આપ્યા હતા.

News18 Gujarati
Updated: June 15, 2019, 5:52 PM IST
બનાસકાંઠઃ 7 માસની બાળકીને ડામ કેસમાં પિતા, દાદા અને ભૂવા સામે ફરિયાદ
ડામ આપ્યા બાદ 7 માસની બાળકીનુ મોત
News18 Gujarati
Updated: June 15, 2019, 5:52 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ બનાસકાંઠાના લાખણી તાલુકના ગણતા ગામે સાત માસની દિકરીને શ્વાસની બિમારી થતાં તેણીને અસાસણ ગામના માવજીભાઇ સવદારસભાઇ ઠાકોરે ડામ આપ્યા હતા. જે અંગે પાલનપુરના જિલ્લા બાલ સુરક્ષા અધિકારીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે માવજીભાઇ સવદાસભાઇ ઠાકોર (ભૂવો), દલાભાઇ ગોવાભાઇ ઠાકોર (બાળકીના પિતા) અને ગોવાભાઇ ભુદરભાઇ ઠાકોર (બાળકીના દાદા) સામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર લાખણી તાલુકના ગણતા ગામના ગોવાભાઇની સાત માસની દિકરીને કુમળા શરીરે અંધશ્રદ્ધાને કારણે ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેની સારવાર કરતા ડો.સુનિલ આચાર્યના નિવેદન અને તેણીના પિતાના નિવેદનના આધારે તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-'હું પોલીસથી ડરતી નથી': જામનગરના મહિલા કોર્પોરેટરની કમિશ્નરની ઓફસમાં ધોકાવાળી

બાળકીને જન્મજાત હૃદયની બીમારી હતી. અને શ્વાસ લેવામાં તકલિફ પડતી હતી. તેથી તડામ આપવામાં આવ્યા હતા. અને ડામના કારણી બાળકીની ચામડી સામાન્ય ઇજા થયેલી હતી. ડીસામાં ડો.સુનિલ યઆચાર્યને ત્યાંથી અમદાવાદ વધુ સારવાર માટે લાવવામાં આવી હતી. જોકે, પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી એટલે ઘરે લઇ ગયા હતા. ત્યારબાદ બાળકીનું મોત નીપજ્યું હતું. ડામ આપવા બાબતે જાણ થતાં બાળક સુરક્ષા અધિકારી એન.વી મેણાતે ફરિયાદ નોંધાવી હતી.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...