Home /News /north-gujarat /બનાસકાંઠાઃ 4 સભ્યોની હત્યા કેસમાં ગામલોકોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

બનાસકાંઠાઃ 4 સભ્યોની હત્યા કેસમાં ગામલોકોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

સામુહિક હત્યાની ઘટના બાદ ચૌધરી સમાજના આગેવાન અને બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી ઘટના સ્થળે પહોંચ્યા.

સામુહિક હત્યાની ઘટના બાદ ચૌધરી સમાજના આગેવાન અને બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી ઘટના સ્થળે પહોંચ્યા.

  આનંદ જયશ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠા લાખણીના કુડા ગામે પિતાએ પત્ની અને ત્રણ સંતાનોની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં કરી લેતા સમગ્ર ગામમાં શોક ફેલાયો છે. કેસમાં જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તો Dysp આર કે પટેલે વ્યાજખોરોને ઝડપી પાડવા માટે આશ્વાસન આપ્યું છે.

  સામુહિક હત્યાની ઘટના બાદ ચૌધરી સમાજના આગેવાન અને બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી ઘટના સ્થળે પહોંચી મૃતકોના સંબંધીઓ અને સમાજને સાંત્વના આપી હતી, તો Dysp આર કે પટેલે વ્યાજખોરોને ઝડપી પાડવા માટે ખાતરી આપી હતી. જો કે ન્યાય ન મળે ત્યાં સુધી ગ્રામજનો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

  અહીં ક્લિક કરી વાંચોઃ સુરત : યુવતીનો ન્હાતો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યુ

  બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી હતી. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી છે. રાત્રીના સમયે ઘટેલી ઘટનામાં કરશન ભાઈ ચૌધરીના પરિવારની હત્યા કરવામાં આવી છે. ગામલોકોએ પોલીસને જાણ કરીને ઘટનાની માહિતી આપી હતી. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અગાઉ આ હત્યા શાહુકારોએ કરી હોવાની શંકા હતી પરંતુ પોલીસને આશંકા છે કે પરિવારના મોભી કરશન ચૌધરી પટેલે આર્થિક સંકડામણ વધી જતા પરિવારની હત્યા કરી નાંખી અને પોતે ઝેરી દવા ગટગટાવી લીધી છે. હાલમાં કરશન પટેલ ઇજાગ્રસ્ત છે અને દવાખાનામાં સારવાર લઈ રહ્યાં છે, જ્યારે આ ઘટનામાં માતા અણવી પટેલ પુત્ર ઉકાજી પટેલ પુત્ર સુરેશ પટેલ અને પુત્રી અવની પટેલની મોત થઈ છે.

  પોલીસને આશંકા છે કે દિવાસ પર જે લોકોના નામ લખવામાં આવ્યા છે તે શાહુકારોના નામ છે, જેના ત્રાસથી આ પરિવારના મોભીએ પોતાના સંતાનોની હત્યા કરી અને ઝેરી દવા ગટગટાવી લીધી છે.જોકે, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. દિવાલ પર કેટલાક લોકોના નામ લખવામાં આવ્યા છે. આ ઘટના 21 લાખ રૂપિયાની ઉઘરાણીના મુદ્દે થઈ હોવાની ચર્ચા છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Banaskantha

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन