બ.કાં.માં ઠેર-ઠેર EVM ખોરવાયા, કોંગ્રેસે EVMમાં ગડબડનો કર્યો આક્ષેપ

બનાસકાંઠાના ધાનેરા મત વિસ્તારના દાંતીવાડાના વાઘરોલ ગામે EVMમાં બ્લ્યૂ ટૂથ કનેક્ટ થતા ગ્રામજનોએ કર્યો હંગામો...

બનાસકાંઠાના ધાનેરા મત વિસ્તારના દાંતીવાડાના વાઘરોલ ગામે EVMમાં બ્લ્યૂ ટૂથ કનેક્ટ થતા ગ્રામજનોએ કર્યો હંગામો...

  • Share this:
ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે, ત્યારે બનાસકાંઠામાં ઠેર-ઠેર EVM મશીન કોરવાતા મતદારો અટવાયા હોવાની ઘટના સામે આવી છે.

બનાસકાંઠાના પાલનપુર જામપૂરામાં બૂથ નંબર 111નુ evm ખોરવાયું, સવારે 8 થી 9-05 વાગ્યા સુધી ઇવીએમ ખોરવાતા મતદારો અટવાયા, મતદાન મથકે લાગી લાંબી કતારો, જિલ્લા ચૂંટણી અધિકારી રમેશ માંકડીયાએ ટીમ મોકલી નવા ઇવીએમ મશીન લગાડી મતદાન કરાવવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ બાજુ પાલનપુરના ખસા ગામમાં પણ 2 EVM ખોટવાયા, EVM ખોટવાતા મતદાતાઓ અટવાયા છે, ડ્યારે વાવના કુંભારડી ગામે evm ખોટવાયું, Evm ચાલુ ન થતા તંત્રમાં દોડધામ, ચૂંટણી અધિકારી ગામમાં જવા રવાના થયા.

બીજીબાજુ ધાનેરામાં EVMમાં ગડબડના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલે ગડબડીન આક્ષેપ કર્યો છે. તેમણે જાત ભાડલી ગામે EVMમાં ગડબડના આક્ષેપ. ચૂંટણી અધિકારીની ટીમ તપાસ માટે રવાના થયા છે.

આ બાજુ, બનાસકાંઠાના ધાનેરા મત વિસ્તારના દાંતીવાડાના વાઘરોલ ગામે EVMમાં બ્લ્યૂ ટૂથ કનેક્ટ થતા ગ્રામજનોએ કર્યો હંગામો, હાજર ઓફિસરે વોટીંગ બંધ કરી અધિકારીઓને જાણ કરી છે.
First published: