ભારે વરસાદને કારણે પાલનપુરનાં રસ્તાઓ પર ભુવા પડ્યા, બસ ખાડામાં ફસાઈ

પાલનપુરમાં પણ અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભૂવો પડ્યો

પાલનપુર-અંબાજી બસ ભારે વરસાદ ન કારણે પડેલ ભુવામાં બસ ફસાઇ ગઇ હતી જે મહામુસિબતે બહાર કાઢવામાં આવી હતી.

  • Share this:
    આનંદ જયસ્વાલ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ભુવા પડી ગયા છે. પાલનપુરમાં પણ ભારે વરસાદના કારણે રોડ પર ભૂવો પડતા બસ ખાડામાં ફસાઇ ગઇ હતી જોકે તમામ મુસાફરોને ઉતારી મહામુસીબતે બસને ખાડામાંથી બહાર નિકાળવામાં આવી હતી

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ભર શિયાળે થયેલા વરસાદના કારણે પાલનપુરમાં પણ અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે

    તે દરમિયાન આજે વહેલી સવારથી સતત વરસાદના કારણે સોનબાગ વિસ્તારમાં રોડ પર જ ભુવા પડી ગયા હતા. પાલનપુરથી અંબાજી તરફ જતી લોકલ બસ રોડ પર પડેલા ભુવામાં ખાબકતા ફસાઈ ગઈ હતી.

    બસના બને ટાયર ખાડામાં ફસાઈ જતા બસનાં ચાલક અને કંડક્ટરે તરત જ તમામ મુસાફરોને બસમાંથી ઉતારી બસ ને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને મહામુસીબતે બસને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.
    Published by:Margi Pandya
    First published: