ચૈત્રી નવરાત્રી : ઇતિહાસમાં પહેલીવાર અંબાજીથી ઘટ સ્થાપન અને આરતી લાઇવ જોઇ શકશો

News18 Gujarati
Updated: March 25, 2020, 8:22 AM IST
ચૈત્રી નવરાત્રી : ઇતિહાસમાં પહેલીવાર અંબાજીથી ઘટ સ્થાપન અને આરતી લાઇવ જોઇ શકશો
અંબાજી મંદિરનાં ગર્ભગૃહમાં ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે.

અંબાજી મંદિરનાં ગર્ભગૃહમાં ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે.

  • Share this:
પાલનપુર : કોરોના વાયરસને (coronavirus) કારણે જગત જનની અંબાજીનું (Ambaji) માતાનું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે આજથી ચૈત્રી નવરાત્રી (Chaitra Navrati 2020) શરૂ થાય છ. આ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાનાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાનાં કારણે તેઓ આવી નહીં શકે જેથી દેશ-વિદેશના કરોડો માઇભકતો માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઈતિહાસમાં પહેલીવાર ઘટ સ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકાશે. અંબાજી મંદિરનાં ગર્ભગૃહમાં ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે. ઘટસ્થાપનનો સમય સવારે 8:15થી 8:45 નો રહેશે જેનું લાઈવ પ્રસારણ માઇભક્તો નીહાળી શકશે.

સામાન્ય રીતે ચૈત્ર નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના કેરને પગલે તમામ મંદિરોના દ્વાર ૩1 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે માતાજીના કેટલાક પ્રખ્યાત મંદિરોમાં દર્શન માટે વેબકાસ્ટિંગના આયોજન કરવામાં આવ્યા છે. શક્તિપીઠ અંબાજી સહિતના માતાજીના મંદિરમાં આજથી વિધિવત્ રીતે ઘટસ્થાપન કરાશે.

આ પણ વાંચો : કોરોનાના વધતા કેસ બાદ સરકાર વિદેશથી ગુજરાત આવેલા 27 હજાર લોકોને શોધશે

હિદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવે છે. ચેત્રી નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રી પરમ શુભદાયી-ફળદાયી-પવિત્ર અવસર છે.

આ વીડિયો પણ જુઓ 
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर