Home /News /north-gujarat /

Americaમાં બનાસકાંઠાની લોકગાયિકા દિવ્યા ચૌધરી ઉપર થયો Dollarનો વરસાદ

Americaમાં બનાસકાંઠાની લોકગાયિકા દિવ્યા ચૌધરી ઉપર થયો Dollarનો વરસાદ

અમેરિકામાં દિવ્યા ચૌધરીની રમઝટ

divya chaudhary dollar rain: અમેરિકાના સાઉથ જોર્ડન (South Jordan of America) ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં લોકગાયિકા દિવ્યા ચૌધરીના સુર પર જુમી ઉઠેલા લોકોએ ડોલરનો વરસાદ કર્યો હતો.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: ગુજરાતી લોકગાયકો (Gujarati folk singers) માત્ર ગુજરાત પુરતા સીમિત રહ્યા નથી. હવે ગુજરાતી કલાકારો વિદેશની ધરતી ઉપર પણ પોતાના ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે. એક પછી એક કલાકરો અમેરિકાની (Gujarati folk singers in America) ધરતી ઉપર પોતાના ગીતોથી લોકોને ડોલાવી રહ્યા છે. નવરાત્રી પહેલા કીર્તિદાન ગઢવીએ (kirtidan Gadhvi) અમેરિકાની ધરતી ઉપર પોતાના સુરથી અમેરિકામાં વસતા ગુજરાતીઓને ડોલાવ્યા હતા.

    ત્યારે તાજેતરમાં બનાસકાંઠાની લોકગાયિકા (Banaskantha folk singer) દિવ્યા ચૌધરી (Divya chaudhari) પણ અમેરિકાની ધરતી ઉપર રમઝટ બોલાવી હતી. બનાસકાંઠાની લોકગાયિકા પર અમેરિકામાં ડોલરનો વરસાદ થયો છે. અમેરિકાના સાઉથ જોર્ડન (South Jordan of America) ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં લોકગાયિકા દિવ્યા ચૌધરીના સુર પર જુમી ઉઠેલા લોકોએ ડોલરનો વરસાદ કર્યો હતો.

    બનાસકાંઠાના પાલનપુરના મૂળ વતની અને લોકગાયિકા દિવ્યાબેન ચૌધરીનો અમેરિકામાં એક મહિનામાં બીજી વાર કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે અમેરિકાના સાઉથ જોર્ડન ના અલતાહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યા ચૌધરીના સૂરોથી લોકો ઝુમી ઉઠયા હતા અને લોકોએ લોક ગાયિકા દિવ્યા ચૌધરી પર ડોલરનો વરસાદ કર્યો હતો. લોકગાયિકા એ ગુજરાતી ગીતો ની રમઝટ બોલાવતા લોકો ઝુમી ઉઠ્યા હતા. અમેરિકામાં વસતા ગુજરાતી લોકો પોતાના ગુજરાતી ગીતોના તળે નાચી ઉઠ્યા હતા. ડૉલરના વરસાદના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ (Dollar rain video viral) થયા છે.

    આ પણ વાંચોઃ-Jamnagar: 'તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી', પતિ સાથે ઝઘડો થતાં મહિલા MPથી આવી કર્યો આપઘાતનો પ્રયાસ

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમેરિકામાં કાર્યક્રમમાં પણ લોકગાયક કીર્તિદાન ગઢવી ઉપર ડોલરનો વરસાદ થયો હતો. અમેરિકાની ધરતી પર ગુંજ્યો રાજકોટના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)ના ગરબાનું અદભૂત આયોજન કરવામાં આવ્યું છે. અનેક લોકપ્રિય ગરબા સાંભળી અમેરિકી ગુજરાતી(American Gujarati)ઓ કોરોના મહામારી (Corornavirus)નું દુ:ખ અને વ્યથા ભૂલ્યા હતા, કિર્તીદાન પર ડોલરનો વરસાદ પણ કર્યો હતો, કીર્તિદાન ગઢવી એન્ડ ટીમ દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબા(Garba)નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોઃ-કચ્છ: યુવકે 11 વર્ષની નોકરી છોડી છોલે ભટુરેની ગાડી શરૂ કરી Pay from your heart પદ્ધતિથી આપે છે ભોજન

    કીર્તિદાન ગઢવીએ અમેરિકાના શિકાગો શહેરથી પ્રિ-નવરાત્રિનો પ્રારંભ કરાવી દીધો છે. તેમણે શિકાગોમાં સૂરતાલને સથવારે ગુજરાતીઓને ગરબે રમવા મજબૂર કરી દીધા હતા. અહીં રહેતાં અમેરિકી ગુજરાતી લોકોએ કીર્તિદાન પર આફરિન પોકારી જઈને ડોલર પણ ઉડાવ્યા હતા. ‘જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત’ની કહેવત માફક ભારતીયો પણ કીર્તિદાનના સૂરના સથવારે ગરબે ઘૂમવા ઉત્સુક બન્યા હતા.

    આ પણ વાંચોઃ-OMG! 100 સ્ત્રીઓની લાશ સાથે પુરુષે માણ્યું શરીરસુખ, હવે મળી દર્દનાકર સજા, બે યુવતીઓની પણ કરી હતી હત્યા

    એટલાન્ટામાં કિર્તીદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કિર્તીદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. ત્યારે હવે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા રતનાલમાં કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન કાર્યક્રમાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Banaskantha News

    આગામી સમાચાર