બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મતગણતરી પૂર્ણ થઈ. વિધાનસભાની જેમ જ બનાસકાંઠા જીલ્લો ફરી એકવાર કોંગ્રેસનો ગઢ સાબિત થયો છે. બનાસકાંઠા જીલ્લામાં આજે 14 તાલુકા પંચાયત પૈકી 6 તાલુકા પંચાયત ભાજપના ફાળે જયારે 6 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે. જીલ્લામાં જીલ્લા પંચાયત પર ભાજપની સત્તા છીનવાઈ કોંગ્રેસને સત્તા સાંપડી છે.
બનાસકાંઠા જીલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સત્તાની રસાકસી પૂર્ણ થઇ છે. આજે સવારે હાથ ધરવામાં આવેલી મતગણતરી બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર સત્તાના સુકાનની સ્પષ્ટતા થઇ છે. બનાસકાંઠા જીલ્લાની જીલ્લા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે. જયારે 14 તાલુકા પંચાયતો ભાજપને સરખે ભાગે ભાજપ કોંગ્રેસના ફાળે ગઈ છે. જીલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠા જીલ્લામાં કોંગ્રેસની બહુમતી આવી છે.
બનાસકાંઠા જીલ્લા પંચાયત પરિણામ :-
કુલ બેઠક :- 66
કોંગ્રેસ :- 36
ભાજપ :- 30
અગાઉ જીલ્લા પંચાયતમાં ભાજપની સત્તા હતી
તાલુકા પંચાયતનું પરિણામ
1.અમીરગઢ તાલુકા પંચાયત :-
કુલ બેઠક :- 20
કોંગ્રેસ :- 13
ભાજપ :- 07
- અગાઉ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા સ્થાને હતું
2.દાંતા :-
કુલ બેઠક :- 26
કોંગ્રેસ :- 17
ભાજપ :- 09
- અગાઉ તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા સ્થાને હતું.
3.પાલનપુર :-
કુલ બેઠક :- 34
કોંગ્રેસ :- 23
ભાજપ :- 11
- અગાઉ તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા સ્થાને હતું
4.ડીસા :-
કુલ બેઠક :- 37
કોંગ્રેસ :- 11
ભાજપ :- 26
- અગાઉ તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા સ્થાને હતું
5.લાખણી :-
કુલ બેઠક :- 22
કોંગ્રેસ :- 11
ભાજપ :- 11
- અગાઉ તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા સ્થાને હતું.
- આ તાલુકા પંચાયત માં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઈ
આમ 14 તાલુકા પંચાયતોની વાત કરીએ તો કુલ 350 બેઠકો માંથી 174 બેઠકો પર કમળ ખીલ્યું છે જ્યારે 167 બેઠકો કોંગ્રેસે કબજે કરી છે અને 9 બેઠકો પર અપક્ષ વિજેતા બની છે. આમ ઓલ ઓવર તાલુકા પંચાયતની ગત વખતની ચૂંટણી કરતા આ વખતે ભાજપ નું નબળું પ્રદર્શન રહ્યું છે અને કોંગ્રેસ વધુ મજબૂત બનીને ઉભરી છે. બનાસકાંઠા જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ ને મહાત કર્યું છે. ચૂંટણી પહેલા 14 પૈકી 10 તાલુકા પંચાયત ભાજપના કબ્જામાં હતી અને જીલ્લા પંચાયત પણ ભાજપના કબ્જામાં હતી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટું નુકશાન થયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપની સત્તામાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. જેના કારણે પ્રજાએ કોંગ્રેસ તરફે મતદાન કર્યું છે..
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર