ડીસા APMCના ડીરેક્ટર અને રબારી સમાજના મોભી નાગજી ખટાણાનું હાર્ટ એટેકથી નિધન

નાગજીભાઈ ખટાણાની ફાઈલ તસવીર

Deesa news: ડીસા  માર્કેટયાર્ડના (Deesa APMC) ડીરેકટર નાગજીભાઈ દેસાઈનું હાર્ટ એટેકથી (Heart attack) અવસાન થતાં રબારી સમાજે એક હોનહાર આગેવાન ગુમાવ્યો છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (banasknatha) ડીસાના (Deesa) દામા ગામના (Dama village) અને ડીસા  માર્કેટયાર્ડના (Deesa APMC) ડીરેકટર નાગજીભાઈ દેસાઈનું હાર્ટ એટેકથી (Heart attack) અવસાન થતાં રબારી સમાજે એક હોનહાર આગેવાન ગુમાવ્યો છે. શનિવારે નિકળેલી અંતિમ યાત્રામાં (funeral) મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

  ડીસા તાલુકાના દામા ગામના પૂર્વ સરપંચ, જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને ડીસા માર્કેટયાર્ડના ડીરેકટર, રબારી ગોપાલક છાત્રાલય ડીસાના ટ્રસ્ટી તેમજ રબારી સમાજના મોભી આગેવાન નાગજીભાઇ માધાભાઈ દેસાઈ (ખટાણા)નું હૃદય રોગનો હુમલો (હાર્ટ એટેક) આવતા દુઃખદ અવસાન થયું હતું.

  નાગજીભાઈ ખટાણા ના દેવલોક પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં દામા ખાતે રાજકીય, સામાજીક અને સહકારી આગેવાનો સહિત રબારી સમાજના લોકો પહોંચી ગયા હતાં. નાગજીભાઈ દેસાઈની અંતિમ યાત્રામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ સહિત આગેવાનો જોડાયા હતાં.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ જ્વેલર્સના કર્મચારી પાસેથી સોના-ચાંદીનાં બિસ્કિટ ભરેલી બેગની ચીલ ઝડપ, બાઈકર્સ ફિલ્મી સ્ટાઈલે ફરાર

  અત્રે ઉલ્લેખનીય છે કે, નાગજીભાઈ દેસાઈ સરપંચના હુલામણા નામથી ઓળખાતા હતાં. તેમજ તેઓના મિલનસાર સ્વભાવના લીધે રબારી સમાજ સહિત આસપાસના ગામોમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
  Published by:ankit patel
  First published: