બનાસકાંઠા: દાંતાના ધારાસભ્યને મળી જીવથી મારી નાખવાની ધમકી

News18 Gujarati
Updated: July 7, 2018, 12:50 PM IST
બનાસકાંઠા: દાંતાના ધારાસભ્યને મળી જીવથી મારી નાખવાની ધમકી
દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી

  • Share this:
બનાસકાંઠા: દાંતાના ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપનાર શખ્સની અટકાયત કરવામાં આવી છે. ધારાસભ્ય કાંતિ ખરાડીને તેમના જ મત વિસ્તારમાંથી જ ધમકી મળી હતી.

મળતી માહિતી મૂજબ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને એક શખ્સનો ફોન આવ્યો હતો. જેમા શખ્સે ધારાસભ્ય સાથે ગાળા-ગાળી કરીને ધમકીઓ આપી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઇ હતી. કાંતિ ખરાડીએ આ ઘટનાની તાત્કાલિક જાણ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

ટેલિફોનિક ધમકી આપનાર શખ્સની અટકાયત કરવામાં આવી છે.


પોલીસ તપાસમાં ફોન કર્યા બાદ શખ્સનો ફોન બંધ થઇ ગયો હતો અને પોલીસે કોલ ડિટેલના આધારે તપાસ કરતા દાંતા વિસ્તારનો લાલજી ઠાકોર નામનો શખ્સ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ ટેલિફોનિક ધમકીને પગલે અમીરગઢ પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી. હાલ આ તમામ માહિતીને આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

  
First published: July 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading