યૂપી કા દો નંબરી: અમીરગઢ પોલીસે 54 લાખની નવી નોટો સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા

Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 2:25 PM IST
યૂપી કા દો નંબરી: અમીરગઢ પોલીસે 54 લાખની નવી નોટો સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા
નોટબંધી બાદ નવી જુની નોટોનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવવાનો સિલસિલો હજુ ચાલુ જ છે. ગુજરાતમાંથી યૂપી કનેકશનનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત પોલીસે રૂ.54 લાખની નવી ચલણી નોટો સાથે યૂપીના ત્રણ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 2:25 PM IST
અમીરગઢ #નોટબંધી બાદ નવી જુની નોટોનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવવાનો સિલસિલો હજુ ચાલુ જ છે. ગુજરાતમાંથી યૂપી કનેકશનનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત પોલીસે રૂ.54 લાખની નવી ચલણી નોટો સાથે યૂપીના ત્રણ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ પોલીસે આજે ચેકપોસ્ટ નજીક ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારમાં ચેકિંગ કરતાં રૂ.54 લાખનો પર્દાફાશ થયો હતો. રૂપિયા 2 હજારના દરની 2700 નોટો સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

કાર પણ બે નંબરી

અમીરગઢ પોલીસે 54 લાખ રૂપિયા જે ગાડીમાંથી ઝડપ્યા એ કારનો નંબર પણ દો નંબરી છે. યૂપી પાસિંગની આ કારનો નંબર યૂપી 86 યૂ 0002 છે. હ્યૂન્ડાઇ કંપનીની ક્રેટા કારને પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણેય શખ્સો યૂપીના

અમીરગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે સી વ્યાસે જણાવ્યું કે, ચેકિંગ દરમિયાન કારમાંથી 54 લાખ રૂપિયા મળી આવતાં કારમાં સવાર નિતિનકુમાર રાજકુમાર અગ્રવાલ, સચિન રાજકુમાર અગ્રવાલ અને બનવારીલાલ ચૌધરીને ઝડપી લીધા છે. આ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવાઇ છે.
First published: January 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर