સાવધાન! ડીસાઃ સેશન્સ કોર્ટના જજનું facebook એકાઉન્ટ હેક, સંબંધીઓને પૈસા માટે મેસેજ મોકલાયા

ન્યાય સંકુલ ડીસાની ફાઈલ તસવીર

Deesa cyber crime news: ડીસાની સેશન્સ કોર્ટમાં (deesa session court judge) પાંચમાં એડિશનલ સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ ફ.ક. (Additional Civil Judge and Magistrate) તરીકે ફરજ બજાવતા એ.ટી.તીવાડીનું જનરલ ફેસબુક એકાઉન્ટ (facebook account) કોઈ અજાણ્યા શખ્સે હેક કરી દીધું હતું.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha news) ડીસાની (deesa news) સેશન્સ કોર્ટનાં જજનુ ફેસબુક એકાઉન્ટ હેક (deesa Sessions Court Judge facebook account hake) થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં હેકરે જજના નામનું ફેક એકાઉન્ટ (fake account) બનાવી તેમના મિત્રો તેમજ સંબંધીઓ પાસે પૈસાની માંગણી કરતા હોવાના મેસેજ મોકલતા જજે ડીસા દક્ષિણ પોલીસ મથકે (Deesa South Police Station) ફરિયાદ નોંધાવી છે.

  ડીસાની સેશન્સ કોર્ટમાં પાંચમાં એડિશનલ સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ ફ.ક. તરીકે ફરજ બજાવતા એ.ટી.તીવાડીનું જનરલ ફેસબુક એકાઉન્ટ કોઈ અજાણ્યા શખ્સે હેક કરી દીધું હતું. 30 ઓગસ્ટના રોજ જજના મિત્રનો ફોન આવ્યો હતો કે, તે ફેસબુક ઉપર નવું એકાઉન્ટ બનાવ્યુ છે કે શું? તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે.

  જેથી જજે ચેક કરતાં તેમના ફેસબુકનું ઓરીજનલ એકાઉન્ટ હેક કરી તેમના હોદ્દા અને ફોટા નો દુરુપયોગ કરી અજાણ્યા હેકરે નવું એકાઉન્ટ બનાવ્યું હોવાનું જણાયું હતું. આ દરમિયાન તેમની માસીની દીકરીના ફેસબુક એકાઉન્ટમાં પણ પૈસાની માંગ કતો મેસેજ સેન્ડ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું.

  જેથી તેઓએ સગા સંબંધીઓ મિત્રો ને ફેસબુકના ફેક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારવી નહીં તેવી જાણ કરી દીધી હતી અને કોઈ પૈસા ટ્રાન્સફર કરવા નહીં તેમ જણાવ્યું હતું. જ્યારે આ દરમિયાન એક ત્તેમના સાથી જજ ડીસાના બીજા એડિશનલ સેસન્સ જજ બી.જી. દવે ના પટાવાળા જોડે પણ હેકરે 70 હજારની માગણી કરી હતી.

  આ પણ વાંચોઃ-નાની, માતા-પિતા અને બહેનની હત્યા કર્યા બાદ પુત્ર મિત્રો સાથે પાર્ટી કરવા હોટલ પહોંચ્યો, એક કોળિયો પણ ના ખાઈ શક્યો

  જે પૈસા પટાવાળા જોષીભાઈએ તેમના એકાઉન્ટમાં જમા કરતા તેમને પૈસા માંગણીની જાણ થઈ હતી. જેથી આ બાબતે જજે તુરંત જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચોઃ-એકના એક પુત્રએ જ નાની, માતા-પિતા, બહેનની કરી હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

  ફરિયાદમાં આ શખ્સ વિકી મીણા રાજસ્થાનનો રહેવાસી હોવાનું અને સરકારી નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું જે બાબતે પોલીસે ઇપીકો કલમ 419 અને  આઇટી એકટની કલમ 66 સી અને 66 ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચોઃ-Ahmedabad: NRI મહિલાને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા, મહિલાએ પોલીસ સમક્ષ વર્ણવી આપવીતી

  ઉલ્લેખનીય છે કે અત્યારે આધુનિક સમયમાં હેકર્સ લોકોના રૂપિયા સેરવી લેવા માટે અનેક રીતો અપનાવતા હોય છે. ત્યારે જાણિતા લોકોના નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમના સંબંધીઓને મેસેજ કરીને રૂપિયા મંગાવવાનો છેતરપિંડીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સાઈબર નિષ્ણાંતોનું માનવું છે કે આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તી ધ્યાનમાં આવે ત્યારે તરત જ સાઈબર ક્રાઈમનો સંપર્ક કરવો જોઈએ.
  Published by:ankit patel
  First published: