કિશોર તુવર, ડીસા : ડીસામાં આજે સોળ માસ પહેલા મુકબધીર બાળાનું (Rape and Murder of Dead and Mute girl in Deesa) અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ ગળુ કાપીને બરબરતા પૂર્વક હત્યા કરનાર નીતિન માળીને (Nitin Mali) ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે ફાંસીની (Death Penalty) સજા આપી છે.. બનાસકાંઠામાં દુષ્કર્મના (Banaskatha First Rape) ગુન્હામાં આ પ્રથમ ફાંસીની સજા જિલ્લામાં સંભળાવવામાં આવી છે. ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુન્હાઓમાં કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસામાં 16 ઓક્ટોબર 20020ના રોજ નીતિન માળી નામના શખ્સે તેના સગા મામાની મુકબધીર દીકરીને તેના જ મામાના ઘરે રસોડામાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદ આ મુકબધીર બાળકી દ્વારા તેની કરતૂતો જાહેર ન કરવામાં આવે તેને પગલે આરોપી નીતિન માળીએ આ મુકબધીર બાળાનું અપહરણ કરીને બાળકીને તેના ઘરેથી ઉઠાવી ગયો હતો.
ગળું કાપીને બાળકીનું રક્ત લીધું હતું
બાદમાં નિતિન માળીએ આ બાળકીને ડીસાથી 10 કિલોમીટર દૂર ભાખર ગામ લઈ ગયો હતો.. ત્યાં પહોંચી રાત્રિના અંધકારમાં નિતિન માળીએ આ મૂકબધિર બાળા પર ફરીથી દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં આ બાળકીનું ગળું કાપીને બર્બરતા પૂર્વક હત્યા કરી હતી. બાળકીનું ગળું કાપ્યા બાદ એક ગ્લાસમાં બાળકીનું રક્ત પણ લીધું હતું. તો આ તરફ આ મૂકબધીર બાળા ગુમ થતાં તેના પરિવારના સભ્યો આખી રાત શોધખોળ ચલાવી રહ્યા હતા
બાળકીનું ગળું કાપ્યા બાદ એક ગ્લાસમાં બાળકીનું રક્ત પણ લીધું હતું.
નીતિન હત્યા કરીને ઘરે આવી ગયો હતો
નિતિન માળીએ આ મૂકબધિર બાળાની હત્યા કર્યા બાદ વહેલી સવારના પરત પોતાના ઘરે પહોંચી ગયો અને વહેલી સવારના સમયે આ મૂકબધિર બાળાની લાશ ભાખર નજીકથી મળી આવતા તેના પરિવારજન ભાખર પહોંચ્યા હતા.. આ ઘટના બન્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો ડીસા સહિત બનાસકાંઠા જીલ્લામાં પડ્યા હતા અને આ મૂકબધિર બાળા પર આટલું બર્બરતાપૂર્વક કૃત્ય આચરવા બદલ સ્થાનિક પોલીસ પર આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા રેલીઓ અને કેંડલ માર્ચ યોજીને દબાણ લાવ્યું હતું.
જેને પગલે પોલીસે આ ઘટનામાં તાત્કાલિક તપાસ શરૂ કરી અને મૂકબધિર બાળાની ઘરની આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. જેમાં એક ફૂટેજમાં નિતિન માળી મૂકબધિર બાળાને મોટર સાઇકલ પર બેસાડીને પસાર થતો હોવાનું કેદ થઈ જતાં પોલીસે તાત્કાલિક નિતિન માળીના ઘરે પહોંચીને પૂછપરછ અને તપાસ કરતાં નિતિનના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા.
58 સાક્ષીઓ તપાસાયા, 50 તારીખો પડી
જેથી પોલીસે આ ઘટનામાં નિતિન માળીની અટકાયત કરી હતી.. નિતિન માળીની અટકાયત થયા બાદ 16 માસ સુધી ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટમાં આ કેશ ચાલી રહ્યો હતો અને તેમાં લગભગ 58 સાક્ષી અને 50 જેટલી તારીખો પડ્યા બાદ આજે ૫૧મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટના જજ બી.જી દવેએ આરોપી નિતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધીર બધીર બાળાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નિર્દયતા પૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. મૃતક બાળકીના સહઅધ્યાયીઓ પણ કોર્ટ આવ્યા હતા
સોળ માસથી મૂકબધિર બાળાના પરિવારજનોએ ન્યાયની માંગ કરી રહ્યા હતા અને અગાઉ પણ આ ઘટનાને અંજામ આપનાર નિતિન માળીને માત્રને માત્ર ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા હતા. આજે તો આ બાળકીના પરિવારજનો અને આ બાળકી જે શાળામાં અભ્યાસ કરતી હતી તે શાળાના આચાર્યા અને તેના સાથી વિધાર્થી મિત્રો પણ ડીસા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા.
કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતાં મૂકબધિર બલાના પરિવારજનો ભાવુક થઈ ગયા હતા
આજે ડીસા કોર્ટની બહાર જ આરોપીને નિતિન માળીને ફાંસીની સજા કરવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને અંતે કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતાં મૂકબધિર બલાના પરિવારજનો ભાવુક થઈ ગયા હતા અને મૂકબધિર બાળાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવતા તેમણે ન્યાય મળ્યો હોવાની કબૂલાત કરી હતી.
બનાસકાંઠા જીલ્લામાં દુષ્કર્મના ગુન્હામાં કોઈને ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે. અને આ ઘટનાને પગલે લોકોમાં પણ કોર્ટના ચુકાદાને લઈ જિજ્ઞાસા જોવા મળી રહી હતી. ત્યારે ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે ફાંસીની સજાની સુનાવણી કરી દીધી છે અને આગામી સમયમાં આ ઘટનામાં હાઇકોર્ટ દ્વારા ફાંસીની તારીખ નક્કી કરવામાં આવશે. પરંતુ આજની આ ઘટનાને પગલે ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટે મામા-ફોઇના પિતરાઇ ભાઈ બહેનોના પવિત્ર સબંધો પર લાંછન લગાવનારને યોગ્ય નશ્યત કરીને સમાજમાં એક દાખલો બેસાડયો છે.