શાળા શરૂ થતાં કોરોના વિસ્ફોટ! ડીસાની સરકારી શાળામાં 11, પ્રાંતિજની શાળામાં પાંચ લોકો કોરોના પોઝિટીવ

શાળા શરૂ થતાં કોરોના વિસ્ફોટ! ડીસાની સરકારી શાળામાં 11, પ્રાંતિજની શાળામાં પાંચ લોકો કોરોના પોઝિટીવ
આજથી સમગ્ર રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે.

આજથી સમગ્ર રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે.

 • Share this:
  સમગ્ર રાજ્યમાં (Gujarat) કોરોનાની મહામારીના (corona pandemic) કારણે 11 મહિનાથી શાળાઓમાં (School) શિક્ષણકાર્ય સંપૂર્ણ બંધ હતું. સરકારની સુચના મુજબ માત્ર ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું ત્યારે કોરોના કાળ દરમ્યાન બંધ રહેલી શાળાઓ પૈકી સરકાર દ્વારા અગાઉ ધોરણ 9થી 12ના વર્ગો ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે આજથી સમગ્ર રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે. ત્યારે ચિંતા જગાવનારા સમાચાર સામે આવ્યા છે. ડીસાની એક પ્રાથમિક શાળામાં 11 જ્યારે પ્રાંતિજની બે ખાનગી શાળામાં પાંચ કોરોના પોઝિટીવ કેસ (Covid 19 positive case) નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે.

  ડીસાની પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ  બનાસકાંઠા જિલ્લામાં એક તરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ગરમાવો છે. જ્યારે બીજી તરફ સરકાર દ્વારા શાળાના અમુક વર્ગો શરૂ કરાયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ડરનો માહોલ ફરીથી છવાયો છે. જોકે, કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે, ઘટનાની જાણ થતાંજ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

  અમદાવાદ: 40% વાલીઓએ સંમતિ ન આપતા ધોરણ 6થી 8ના વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

  મહિલા આચાર્ય સહિત પાંચ શિક્ષકોનો કોરોના રીર્પોર્ટ

  પ્રાંતિજ શહેરમાં સિનેમા રોડ પર આવેલી સર્વોદય વિદ્યાલયમાં એક મહિલા આચાર્ય સહિત અન્ય ત્રણ શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે એકસપરિમેન્ટલ હાઈસ્કૂલના બે શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં પ્રાંતિજમાં એક મહિલા સહિત પાંચ શિક્ષકોનો કોરોના રીર્પોર્ટ પોઝિટિવ આવ્યા છે.

  Video: મધુ શ્રીવાસ્તવ ફરી આવ્યા વિવાદમાં, કહ્યું 'પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં છે'  જેના કારણે પ્રાંતિજ શહેરમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓમા પણ ચિંતા વધી ગઇ છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 18, 2021, 11:23 am

  ટૉપ ન્યૂઝ