લો બોલો! ડીસા પાસે દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે પોલીસકર્મી ઝડપાયો

News18 Gujarati
Updated: June 5, 2019, 8:26 AM IST
લો બોલો! ડીસા પાસે દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે પોલીસકર્મી ઝડપાયો
ડીસા પોલીસ

આરોપીઓએ ભાગી જવા માટે પોલીસ પર બે વાર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો, રૂ. 2.44 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા સહિત રાજ્યમાં હાલ પ્રોહિબિશન ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે ડીસાના કંસરી પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે પોલીસકર્મી ઝડપાયો છે. આ સમાચાર સામે આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ડીસા તાલુકા પોલીસે આ મામલે એક પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા દારૂ વેચતા અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર દરોડાં કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ દરમિયાન અલગ-અલગ પાંચ જગ્યાએથી દારૂ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન ડીસા તાલુકાના કંસારી પાસેથી પણ દારૂ ભરેલી ગાડી આવતી હોવાની માહિતી મળતા જ ડીસા તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી અને ધાનેરા તરફથી આવી રહેલી સિલ્વર કલરની બોલેરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, પોલીસના ઈશારા બાદ બોલેરો ચાલકે ગાડી થોભાવવાને બદલે પોલીસ પર ગાડી નાખી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બોલેરો ચાલકને ઝડપી પાડતા ગાડીમાંથી દારૂની 444 બોટલો મળી આવી હતી. સાથે જ ગાડીમાંથી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા અલાભાઈ બુકોલીયાની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે આ મામલે દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે પોલીસકર્મી અલાભાઈ બુકોલીયા, લાલસિંગ રાઠોડ અને જીવાજી પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસે દારૂ સહિત 2.44 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
First published: June 5, 2019
વધુ વાંચો
अगली ख़बर