હવે બનાસકાંઠામાં ઢોલ વગાડવા બાબતે દલિત પર જીવલેણ હુમલો
News18 Gujarati Updated: May 24, 2018, 10:10 AM IST

- News18 Gujarati
- Last Updated: May 24, 2018, 10:10 AM IST
રાજ્યમાં દલિતો પર થઈ રહેલા હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. રાજકોટ, ધોળકા અને હવે બનાસકાંઠામાં દલિત પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ડીસાના સામઢી ગામમાં ઢોલ લગાડવાને લઈને દલિત પર હુમલો થયો છે. મળી રહેલી માહિતી પ્રમાણે ગામના સરપંચ અને તેના પુત્રએ ઢોલ વગાડવાને લઈને દલિત યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દલિત યુવક પર હુમલાના વિરોધમાં દલિતો આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપશે.
ધોળકામાં દલિત યુવકે નામ પાછળ 'સિંહ' લખતા હુમલો
ધોળકામાં મંગળવારે રજપૂત સમાજના લોકોએ એક દલિત યુવકને માર માર્યો હતો. યુવકે ફેસબુક પર પોતાના નામની પાછળ 'સિંહ' લખ્યું હતું, જેના કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. સિંહ નામ રાખ્યા બાદ યુવકને અનેક વખત ચીમકી પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં થોડા સમય પહેલા આ જ કારણે યુવકને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું. બાદમાં મંગળવારે સાંજે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો. મૌલિક જાધવ નામના દલિત યુવકે ફેસબુક ઉપર નામ પાછળ સિંહ લગાડ્યું હતું. જેના કારણે કહેવાતા દરબાર સમાજના લોકોએ આ યુવક સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી અને તેને માર માર્યો હતો.
રાજકોટમાં ઢોર માર મારતા દલિતનું થયું હતું મોત
રાજકોટ નજીક આવેલા શાપર ખાતે 19મી મેના રોજ કારખાનેદારે એક દલિત યુવકને ફેક્ટરીના ગેટ બહાર બાંધીને માર માર્યો હતો. ઢોરમાર મારવામાં આવ્યા બાદ દલિત યુવકનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે પોલીસ ચાર લોકોની ધરપકડ કરી હતી. કારખાનેદારે ચોરી કરવાની શંકાના આધારે દલિત યુવક અને તેની પત્નીને માર માર્યો હતો. ચાર સામે ગુનો દાખલ
દલિત યુવકને ઢોર માર મારવાથી હત્યાના કેસમાં પોલીસે પાંચમાંથી ચાર આરોપી સામે 302ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં એટ્રોસીટી એક્ટ પ્રમાણે સરકાર મૃતકના પરિવારજનોને 8.25 લાખની સહાયની જાહેરાત કરી છે. જેમાંથી અડધી રકમ તાત્કાલિક ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ધોળકામાં દલિત યુવકે નામ પાછળ 'સિંહ' લખતા હુમલો
ધોળકામાં મંગળવારે રજપૂત સમાજના લોકોએ એક દલિત યુવકને માર માર્યો હતો. યુવકે ફેસબુક પર પોતાના નામની પાછળ 'સિંહ' લખ્યું હતું, જેના કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. સિંહ નામ રાખ્યા બાદ યુવકને અનેક વખત ચીમકી પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં થોડા સમય પહેલા આ જ કારણે યુવકને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું. બાદમાં મંગળવારે સાંજે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો. મૌલિક જાધવ નામના દલિત યુવકે ફેસબુક ઉપર નામ પાછળ સિંહ લગાડ્યું હતું. જેના કારણે કહેવાતા દરબાર સમાજના લોકોએ આ યુવક સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી અને તેને માર માર્યો હતો.

દલિત યુવક હાલ સારાર હેઠળ છે
રાજકોટમાં ઢોર માર મારતા દલિતનું થયું હતું મોત
રાજકોટ નજીક આવેલા શાપર ખાતે 19મી મેના રોજ કારખાનેદારે એક દલિત યુવકને ફેક્ટરીના ગેટ બહાર બાંધીને માર માર્યો હતો. ઢોરમાર મારવામાં આવ્યા બાદ દલિત યુવકનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે પોલીસ ચાર લોકોની ધરપકડ કરી હતી. કારખાનેદારે ચોરી કરવાની શંકાના આધારે દલિત યુવક અને તેની પત્નીને માર માર્યો હતો.
Loading...