Home /News /north-gujarat /

દલિત આધેડની હત્યા, મેવાણીએ કહ્યું આરોપીને પકડો, નહીં તો પત્તર ફાડી દઇશું

દલિત આધેડની હત્યા, મેવાણીએ કહ્યું આરોપીને પકડો, નહીં તો પત્તર ફાડી દઇશું

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા

  બનાસકાંઠાના થરાદના મોટીપાવડ ગામે થોડા દિવસ પહેલા થયેલી આધેડની હત્યાને લઇને દલિત સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. હત્યાને એક સપ્તાહ બાદ પણ આરોપીઓની ધરપકડ ન કરાતાં ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ આકરા શબ્દોમાં પોલીસની ઝાટકણી કાઢી હતી. મેવાણીએ જણાવ્યું કે હત્યારો નહીં પકડાય તો સરકારની પત્તર ફાડી દઇશું.

  અહીં ક્લિક કરી વાંચો ભાજપના 'ચાણક્ય'નું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું ભસ્મીભૂત, શાહને મળ્યો ચોથો આંચકો

  બનાસકાંઠાના થરાદના મોટીપાવડ ગામે તારીખ 2 ડિસેમ્બરે દલિત આધેડની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ અંગે આરોપીઓ ન પકડાતા ધારાસભ્ય મેવાણીએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે, મેવાણીએ કહ્યું કે તારીખ 24 સુધીમાં આરોપીઓને પાતાળમાંથી પણ શોધી લાવવા, નહીં તો સરકારની પત્તર ફાડી દઇશું.

  થરાદના કરણાસરના પાટીયા નજીકથી મોટીપાવડના આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.પોલીસે મૃતકના પુત્રની ફરીયાદના અધારે અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. શુક્રવારે થરાદ ડીસા હાઇવે પર આવેલા કરણાસર ગામની સીમમાં બાવળોની ઝાડીમાંથી થરાદ તાલુકાના મોટીપાવડ ગામના મુળાભાઇ માધાભાઇ રાઠોડ નામના આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ રાઠોડે શુક્રવારે રાત્રે થરાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં મુળાભાઇ સવારે માંગરોળ માતાજીનાં દર્શન કરવા જવાનું કહીને ઘેરથી નિકળ્યા હતા.

  સવારે તેમનો મૃતદેહ મળતાં તેની આજુબાજુ કોઇ શખસના પગની મોજડીનાં નિશાન અને નજીકમાં આકડાની ડાળી પર લોહીનાં નિશાન પણ મળી આવ્યાં હતાં. આથી કોઇ અજાણ્યા શખસે તેમની હત્યા કરી હોવાનું જણાતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ બનાવમાં પોલીસે શંકમંદ તરીકે એક બે શખસોની પુછપરછ પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવથી ચકચાર મચવા પામી હતી.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Jignesh Mevani

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन