બનાસકાંઠામાં પિતરાઇ ભાઇએ બહેનનું અપહરણ કરી બે મહિના સુધી આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: August 23, 2019, 2:09 PM IST
બનાસકાંઠામાં પિતરાઇ ભાઇએ બહેનનું અપહરણ કરી બે મહિના સુધી આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

યુવકે કાકાની દીકરીનું બે મહિના પહેલા ભોળવીને અપહરણ કર્યું હતું.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં સગા પિતરાઈ ભાઈએ જ બહેનનું અપહરણ કરી સતત બે મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે અપહરણ કરનાર યુવક તેના પિતા સહિત કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના માલગઢ ગામમાં સગા પિતરાઈ ભાઈએ જ બહેનનું અપહરણ કરીને સતત બે મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં માલગઢ ગામમાં રહેતા યુવકે કાકાની દીકરીનું બે મહિના પહેલા ભોળવીને અપહરણ કર્યું હતું. જે બાદ તેને અલગ અલગ જગ્યાએ લઇ જઇને સતત બે મહિના સુધી ધાકધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન યુવતીએ એકવાર ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેમાં યુવકે તેની પર છરી વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.

આ પણ વાંચો : અમદાવાદ :13 વર્ષનાં પુત્રની માતાને 19 વર્ષનાં પ્રેમીની ધમકી, 'મારી સાથે લગ્ન નહીં કરે તો ...'

આ અપહરણમાં યુવકનાં પિતા, ભાઇ અને અન્ય લોકોએ પણ મદદ કરી હતી. બે મહિના પછી આ યુવતીને તેનાં ચૂંગલમાંથી છૂટવામાં સફળતા મળી હતી. જે બાદ પહેલા જ તેના ઘરે જઇ અને પરિવારને જાણ કરી હતી. આ યુવતીએ હાઇકોર્ટમાં ચાર માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading