બનાસકાંઠામાં વધુ એક પ્રેમી યુગલની આત્મહત્યા, ટ્રેન નીચે પડતું મૂક્યું

News18 Gujarati
Updated: August 26, 2019, 9:43 AM IST
બનાસકાંઠામાં વધુ એક પ્રેમી યુગલની આત્મહત્યા, ટ્રેન નીચે પડતું મૂક્યું
ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત.

ગત અઠવાડિયા અગાઉ જ કાંકરેજ પાસે કેનાલમાં પડી પ્રેમી યુગલે આત્મહત્યા કર્યા બાદ આજે ડીસાના ભોયણ પાસે વધુ એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ડીસા પાસે વધુ એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે. રવિવારે ઘરેથી નીકળી ગયેલા આ બંને યુવક-યુવતીની સોમવારે ભોયણના ફાટક પાસે કપાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયા અગાઉ જ કાંકરેજ પાસે કેનાલમાં પડી પ્રેમી યુગલે આત્મહત્યા કર્યા બાદ આજે ડીસાના ભોયણ પાસે વધુ એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. (આ પણ વાંચો : બનાસકાંઠામાં ત્રણ દિવસમાં 11 મોત : 1 હત્યા, 8 આત્મહત્યા, 2 હિટ એન્ડ રન)

મળતી માહિતી પ્રમાણે ડીસા તાલુકાના વાસણા-જૂનાડીસા ગામે રહેતો 20 વર્ષીય નામનો યુવક સતીષ પરમાર મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સતીષ રવિવારે ઘરેથી લાપતા હોવાથી તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે ભોયણ ગામ નજીક ફાટક પાસેથી સતીષ પરમાર અને એક યુવતીની કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ બંને પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા જ આજુબાજુના લોકોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસે ગુનો નોંધીને મૃતક યુવતીના પરિવારજનોની શોધખોળ શરૂ કરી કરી છે.

આ પણ વાંચો : મહેસાણાના બલોલ ગામે છોકરીની છેડતી બાદ જૂથ અથડામણ, ત્રણની ધરપકડ
First published: August 26, 2019, 9:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading