બનાસકાંઠા : રાજ્યમાં કોરોના વાયરસ (Cornavirus in Gujarat)એ પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં (Banaskatha) કોરોનાના શંકાસ્પદ કેસો આવતા હાહાકાર મચી ગયો છે. બનાસકાંઠામાં દુબઈ (Dubai) અને ઈરાનથી (Iran) આવેલા મહિલા અને પુરૂષ યાત્રીઓને શંકાસ્પદ કોરોના જણાતા તેમના સેમ્પલ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ગઈકાલે બનાસકાંઠા જિલ્લા તંત્રએ આ વાતની પુષ્ટી કરી હતી. જિલ્લામાં દુબઈથી મુસાફરી કરી પરત આવેલા એક મહિલા મુસાફર એક પુરૂષ મુસાફર અને ઈરાનથી મુસાફરી કરી પરત આવેલા એક વ્યક્તિને શંકાસ્પદ કોરોના હોવાની માહિતી મળતા તેમને દેખરેખમાં રાખી અને તેમના સેમ્પલ એકઠા કરાયા હતા. દરમિયાન જિલ્લામાં હોમ ક્વૉરન્ટીન કરાયેલા લોકોની સંખ્યા વધીને 91 થઈ ગઈ છે.
રાજ્યના ચાર મહાનગરોમાં લોકડાઉન
ચીનથી નીકળેલા કોરોના વાયરસે ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ઝપટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસ પોઝિટીવના કેસ વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મખ્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. 22મી માર્ચે જનતા કર્ફ્યૂ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના મુખ્ય ચાર શહેરોને આંશિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 25મી તારખી સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરને આંશિક બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
દુનિયાનાં 186 દેશ કોરોના વાયરસની ચપેટમાં છે. આ ખતરનાક સંક્રમણની અસર ભારતમાં પણ વધી રહી છે. દેશમાં હાલત ન બગડે એટલે પીએમ નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂ લગાવાવનો આગ્રહ રાખ્યો છે. જનતા કર્ફ્યૂ માટે આખો દેશ તૈયાર છે. રવિવારે સવારે 7થી રાતનાં 9 કલાક સુધી જનતા કર્ફ્યૂ રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર