Home /News /north-gujarat /

બનાસકાંઠામાં કેસરીયો લહેરાયો, ભાજપના પરબત પટેલની જીત

બનાસકાંઠામાં કેસરીયો લહેરાયો, ભાજપના પરબત પટેલની જીત

પછાત ગણાતા બનાસકાંઠામાં ભાજપનો દબદબો જોવા મળ્યો, આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબત પટેલની જીત થઇ છે.

પછાત ગણાતા બનાસકાંઠામાં ભાજપનો દબદબો જોવા મળ્યો, આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબત પટેલની જીત થઇ છે.

    ન્યૂઝ18 ગુજરાતી: બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના પરબત પટેલની જીત થઈ છે. બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભંટોળને હરાવ્યા છે.

    ભાજપે લોકસભાની ચૂંટણીમાં નો રિપીટ થીયરી અપનાવીને રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે પણ ચૌધરી ઉમેદવાર અને સહકારી ક્ષેત્રના અગ્રણી પરથી ભટોળને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.

    ગુજરાત સરકારમાં મંત્રી એવા પરબત પટેલ અને સહકારી ક્ષેત્રના અગ્રણી પરથી ભટોળ વચ્ચેનો જંગ ગુજરાત ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરી રસપ્રદ બનાવી દીધો છે. ભાજપને આ બેઠક પર અપક્ષ ઉમેદવારના કારણે ફાયદો થતો દેખાઈ રહ્યો છે. ત્યારે સહકારી ક્ષેત્રના અગ્રણી તેમના નેટવર્કને કેટલું મતોમાં રૂપાતરિત કરીને તેને ખાળી શકે છે તે પરિણામો આવતા ખબર પડશે.



    દેશના સૌથી પછાત તાલુકાઓમાં આજે પણ બનાસકાંઠાનો સમાવેશ થાય છે. અહીંયા ૧૯૯૮થી ભાજપનો દબદબો રહ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનોની અસર ૨૦૧૭ની ચૂંટણીમાં જોવા મળી હતી. જેમાં ૬ બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. હવે મતદારો કઈ તરફ ઢળશે એ મોટો સવાલ છે.

    જાતિગત સમીકરણો: બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપની વોટબેંક ગણાય છે. જ્યારે ઠાકોર વોટબેંક ઉપર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીનું જ્ઞાતિગત રાજકારણ અહીં મહત્વનો ભાગ ભજવી જશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Lok Sabha Election Result 2019 Parabat Patel ahead at Banaskantha seat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन