'જો પૈસા લીધા હોય તો ભગવાન અમારું નખ્ખોદ કાઢે': MLA ગેનીબેન ઠાકોર

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકરો

ભાજપના લોકો અમારા ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. જે તદ્દન ખોટા છે. અમારા ઉપર થઇ રહેલા આક્ષેપો તદ્દન જુઠ્ઠા છે. જો અમે પૈસા લીધા હોય તો ધરણીધર ભગવાન અમારું નખ્ખોદ કાઢે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિરોધી પક્ષો એકબીજા ઉપર આક્ષેપ બાજી કરવામાં પાછા પડતા નથી. એકબીજાને ખોટા સાબિત કરવાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે નેતા પોતાને સાચા સાબિત કરવા માટે અલગ અલગ રીતો અપનાવતા હોય છે. બનાસકાંઠામાં પણ વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા ગેનીબેન ઠાકોરે પોતાના ઉપર લાગેલા આક્ષેપોને ખોટા સાબિત કરવા માટે ધરણીધર ભગવાનના સોગંધ ખાતા હતા.

  મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે યાત્રાધામ ઢીમામાં પહોંચ્યા હતા. જ્યા તેમણે ધરણીધર ભગવાનના સોગંધ ખાતા હતા. અને જણાવ્યું હતું. કે, ભાજપના લોકો અમારા ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. જે તદ્દન ખોટા છે. અમારા ઉપર થઇ રહેલા આક્ષેપો તદ્દન જુઠ્ઠા છે. જો અમે પૈસા લીધા હોય તો ધરણીધર ભગવાન અમારું નખ્ખોદ કાઢે.

  ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ પરથીભાઇ પાસેથી 15 કરોડ રૂપિયા લઇ ટિકિટ અપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જોકે, કોંગ્રેસના કયા પાંચ ધારાસભ્યો એમના નામ હજી બહાર આવ્યા નથી.

  વર્ષ 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મંત્રી રહેલા શંકર ચૌધરીની સામે મોટી સરસાઇથી જીત મેળવી હતી.
  First published: