પાલનપુરઃ 'દર્દીને દવા નહીં દુઆની જરૂર છે', કોરોના દર્દી પર વિધિ કરનાર ગુરુ મોહન ભગત સહિત ત્રણ સામે ફરિયાદ

વીડિયો પરથી તસવીર

કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ મોહન ભગતને વિધિ માટે બોલાવ્યા હતા. તે સમયે દર્દીને દવાની નહીં પરંતુ દુવાની જરૂર છે તેમ કહી દર્દીના ગુરુએ તેમના પર મંત્ર જાપ અને વિધિ કરી હતી.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના (banaskantha) પાલનપુરમાં (palanpur) કોરોના ગ્રસ્ત દર્દીને (corona patient) મંત્ર તંત્ર અને જાપ અને વિધિ (tantra, matra, jap, vidhi) કરતા હોવાનો વીડિયો વાયરલ (video viral) થયા બાદ પોલીસ અને આરોગ્ય વિભાગ (Police and health) સફાળું જાગ્યું છે અને વિધિ બાદ મૃત્યુ પામનાર કોરોના ગ્રસ્ત દર્દી, વિધિ કરનાર તેના ગુરુ સહિત ત્રણ લોકો સામે એપિડેમીક એકટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  પાલનપુરમાં એક કોરોના ગ્રસ્ત દર્દીને તેના ગુરુ એ મંત્ર તંત્ર જાપ અને વિધિ કરી કર્યા બાદ દર્દીનું મોત થયું હોવાનું વાયરલ થયેલા વીડિયો મામલે પાલનપુર પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે,  આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે એક મહિના અગાઉ કચ્છના આડેસર ખાતે રહેતા ભવનભાઈ પ્રજાપતિને એક મહિના અગાઉ પાલનપુરના રામજીનગર ખાતે રહેતા તેમના નાનાભાઈ દિનેશભાઈ પ્રજાપતિના ઘરે આવ્યા હતા.

  પાલનપુર આવ્યા બાદ ભવનભાઇ કોરોના સંક્રમિત થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ કોઈ હોસ્પિટલમાં જગ્યા ન દર્દી ને ઘરે પરત લાવ્યા હતા અને ઘરે તબીબી સારવારના બદલે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ મોહન ભગતને વિધિ માટે બોલાવ્યા હતા. તે સમયે દર્દીને દવાની નહીં પરંતુ દુવાની જરૂર છે તેમ કહી દર્દીના ગુરુએ તેમના પર મંત્ર જાપ અને વિધિ કરી હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

  આ પણ વાંચોઃ-પતિ સુઈ ગયો ત્યારે સસરા અને સાળી સાથે લાખો રૂપિયા લઈ પત્ની ફરાર, ફોન કરીને કહ્યું 'નવું ઘર બનાવીશ અને શાંતિથી રહીશ'

  ગુરુ મોહન ભગતે  કોરોના ગ્રસ્ત દિનેશભાઈને જમીન પર સીધા સુવડાવી તેના પેટ પર પગ મૂકી મંત્ર તંત્ર અને વિધિ કરી હતી. બાદમાં ગુરુએ ભવનભાઈને આશીર્વાદ આપી તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા પરંતુ ત્યારબાદ થોડા સમય પછી દર્દી ભવનભાઈનું મૃત્યુ થયું હતું જોકે આ સમગ્ર ઘટના નો વિધિ કરતો વિડીયો દર્દી ના મૃત્યુ ના 20 દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

  આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

  જે મામલે તપાસ કરતા કોરોના નો દર્દી પાસે માસ્ક વગર રહેવું, સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવું અને અંધશ્રદ્ધા ફેલાવવાનું જણાતા વિધિ કરનાર ગુરુ મોહન ભગત, મોહન ભગત નો ભાઈ તેમજ મૃતકના ભાઈ દિનેશભાઈ પ્રજાપતિ સહિત ત્રણ લોકો સામે IPC 188 અને એપિડેમિક એક્ટ મુજબ ફરિયાદ નોંધી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  આ અંગે પાલનપુર ડીવાયએસપી આર કે પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારી માં કોરોનાગ્રસ્ત દર્દી પાસે માસ્ક વગર વિધિ કરવી અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવા મામલે ત્રણ સામે ગુન્હો નોંધ્યો છે.
  Published by:ankit patel
  First published: