Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ CMની ગાડી આગળ કોંગ્રેસે લગાવ્યા નારાઃ કાર્યકર્તાઓ બાખડ્યાં

બનાસકાંઠાઃ CMની ગાડી આગળ કોંગ્રેસે લગાવ્યા નારાઃ કાર્યકર્તાઓ બાખડ્યાં

કાર્યકર્તાઓનો વિરોધ

કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર આગળ ચોકીદાર ચોરના સુત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ફરાવની આજે ગુરુવારે છેલ્લી તારીખ છે. ત્યારે ઉમેદવારો ફોર્મ ભરવાની નીકળ્યા છે. તો સુરત અને બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઇ હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભા હતી. સાથે સાથે ઉમેદવારો કલેક્ટર કરેચીમાં ફોર્મ ભરવા ગયા હતા. આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર આગળ ચોકીદાર ચોરના સુત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. આમ વાતાવરણ વધારે તંગ બન્યું હતું.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે પાલનપુર કલેક્ટર કચેરીમાં ઉમેદાવોર પોતાનું ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે કલેક્ટર કચેરી આગળ બંને પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર આગળ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાટીદાર ચોરનાં નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર પરબત પટેલની ગાડી આગળ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુત્રોચાર કર્યા હતા. આમ સુત્રોચ્ચાર કરતા બંને પક્ષોના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. જેના પગલે વાતાવરણ તંગ બન્યું હતું.

    આ પણ વાંચોઃ-સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, મહિલાઓનાં કપડાં ફાડ્યાનો આક્ષેપ

    ડહોળાયેલું વાતાવરણને શાંત કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળએ કાર્યકર્તાઓને હાથજોડીને શાંત કર્યાહતા. જોકે, કાર્યકર્તાઓ શાંત પડવાનું નામ ન્હોતા લઇ રહ્યા હતા. સામ સામે આવેલા કાર્યકર્તાઓ વધારે ઉગ્ર ન બને તે માટે પોલીસે સ્થિતિ સંભાળી હતી. અને કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.
    First published:

    Tags: Gujarat Lok sabha Elecions 2019, Lok sabha election 2019, North Gujarat Lok Sabha Elections 2019

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन