મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ દિવાળીના (Diwali 2020) નવાં દિવસોમાં લોકોમાં તીર્થ સ્થાનો એ જઇ દર્શન કરવાનો વિશેષ મહાત્યમ રહેલો છે. દિવાળીના તહેવારોમાં અંબાજીમાં (Ambaji) યાત્રીકો નો ભારે ઘસારો રહેતો હોય છે. જેમાં શ્રદ્ધાળુંઓનેમાં અંબાના (ambe mataji) દર્શનને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં બેસતા વર્ષ (New year) એટલેકે કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં રોજીંદા દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અને જે અન્નકુટ ધરાવાવનું છેલ્લા આઠ માસથી બંધ છે તે પણ બેસતાવર્ષનાં દિવસે નીજ મંદિરમાં 56 ભોગનો અન્નકુટ સહિત વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં દર્શનનો સમય
તારીખ 15/11/2020ના બપોરે 12.00 થી 12.30 માતાજી ને અન્નકુટ ધરાવી આરતી કરાશે
તારીખ 16/11/2020 નાં બેસતાવર્ષઃ-
સવારે મંગળા આરતીઃ- 06.00 થી 06.30
દર્શન સવારેઃ- 06.30 થી 11.30
અન્નકુટ અને આરતીઃ- 12.15 થી 12.30
દર્શન બપોરેઃ- 12.30 થી 04.15
સાંજે આરતીઃ- 18.30 થી 19.00
અને દર્શનઃ- 19.00 થી 23.00 સુધી રહેશે.
આ પણ વાંચોઃ-દાહોદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, બર્થડેના દિવસે જ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ
તારીખ 17/11/2020 થી 19 /11/2020 લાભ પાંચમ સુધી...
સવારે મંગળા આરતીઃ-06.30 થી 07.00
દર્શન સવારેઃ-07.00 થી 11.30
દર્શન બપોરેઃ- 12.30 થી 16.15
સાંજે આરતીઃ- 18.30 થી 19.00
આ પણ વાંચોઃ-ડોક્ટરોની ગંભીર બેદરકારી! ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનું મોત, અંતિમસંસ્કાર બાદ અસ્થી ભેગી કરતા સમયે રાખમાંથી મળી કાતર
આ પણ વાંચોઃ-Diwaliની સાફાઈ કરતા સમયે મહિલાએ ત્રણ લાખના સોનાના દાગીના ભરેલુ પર્સ કચરા ગાડીમાં નાખ્યું, કચરાના પહાડમાંથી કેવી રીતે મળ્યું પાછું?
દર્શનઃ-19.00 થી 23.00 સુધી રહેશે અને ત્યારે બાદ 20/11/2019 થી સવારની આરતી 07.30 કલાકની રાબેતા મુજબ રહેશે.
એટલુજ નહી આજે ધનતેરસ થી શરુ થઈ રહેલા દિવાળીના તહેવારો ને લઈ જીલ્લા કલેકટર તથા એક દાતા દ્વારા અંબાજીમાં કામ કરી રહેલા સિપાઈ કામદારો સહિત ગરીબ લોકોને દિવાળીની શુભેચ્છા સહિત મીઠાઈ, ફરસાણ તથા ફટાકડાની 484 કીટ પણ આજે કલેકટરની હસ્તે વિતરણ કરવામાં આવી હતી.