અમીરગઢ નેશનલ હાઇવે ફરી રક્તરંજિત! ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ, એકનું મોત, ત્રણ ગંભીર

બનાસકાંઠાના અમીરગઢમાં ફરી અકસ્માત એકનું મોત ત્રણને ગંભીર ઈજા

Amirgadh Accident: અમીરગઢ બન્યો 'મોતનો હાઇવે,' વાહનચાલકો ચેતજો, 10 દિવસમાં ચોથો ગમખ્વાર અકસ્માત

  • Share this:
    આનંદ જયસ્વાલ બનાસકાંઠા : બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે (Banskatha Amirgadh National Highway Accident) પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટાયરને પંચર થતા રોડ ની સાઇડ માં ઊભેલી ટ્રકની (Car Rammed into Trcuk in Amirgadh)  પાછળ કાર ચાલક ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

    બનાવની વિગતો એવી છે કે અમીર ગઢ નેશનલ હાઇવે ફરી રક્તરંજિત થયો છે. અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી સર્કલ પાસે આજે મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. ટાયરને પંચક થતાં એક ટ્રક રોડની સાઈડમાં ઊભો હકતો  તે સમયે રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.



    રાજસ્થાન તરફથી આવતી કાર અમીરગઢમાં અકસ્માતનો શિકાર બની, સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઘૂસી ગઈ બંધ ટ્રકમાં


    અમીરગઢામાં 10  દિવસમાં ચોથો અકસ્માત 

    આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું,  જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ઉલ્લેખનીય છે કે અમીરગઢ નેશનલ હાઈવે પર છેલ્લા દસ દિવસમાં આ ચોથો અકસ્માત સર્જાયો હતો.

    આ પણ વાંચો : દાહોદ : બેકાબૂ બનેલી કાર બે-ત્રણ ગોથા મારી ખાડામાં ખાબકી, જાણીતા ડૉ.રાહુલ લબાનાનું મોત

    અઠવાડિયા પહેલા ઊપરાછાપરી બે દિવસમાં બે અકસ્માત થયા હતા

    બનાસકાંઠામાં અમીરગઢ પાસે નેશનલ હાઇવે (National highway) પર 22મી સપ્ટેમ્બરે સતત બીજા દિવસે પણ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના જયપુર (Jaipur)થી એક લકઝરી બસ મુસાફરોને લઈને અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અમીરગઢ બોર્ડર (Amirgadh border) પાસે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી.

    અકસ્માતમાં એક મુસાફરને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય સાત જેટલા મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત બસમાંથી તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.
    Published by:Jay Mishra
    First published: