ડીસાઃ આસેડા ગામેથી ગાંજાનું વાવનાર ખેડૂત ઝડપાયો, 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત

News18 Gujarati
Updated: June 26, 2019, 8:48 PM IST
ડીસાઃ આસેડા ગામેથી ગાંજાનું વાવનાર ખેડૂત ઝડપાયો, 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત
પકડાયેલો ખેડૂત

બનાસકાંઠામાં એક ગામમાં પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતા ખેડૂત ઝડપાયો હતો.

  • Share this:
આનંદ જયસ્વાલ : બનાસકાંઠામાં એક ગામમાં પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતા ખેડૂત ઝડપાયો હતો. એસઓજી ની ટીમે વાવેતર કરનાર ખેડૂત સહિત 1078 ગાંજાના છોડ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામમાં એક ખેડૂત તેના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી બનાસકાંઠા પોલીસને મળી હતી. જેના પગલે બનાસકાંઠા જિલ્લાની એસ.ઓ.જી.ની ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં આસેડા ગામ પાસે રહેતા પારજીજી વલાજી ઠાકોરે તેમના ખેતરમાં ગાંજા ના છોડનું વાવેતર કર્યું હોવાનું માલૂમ પડ્યું હતું.

જેથી તેમના ખેતરમાં તપાસ દરમિયાન 1078 ગાંજાના છોડ મળ્યા હતા. અંદાજે ચાર ફૂટની હાઈટ વાળા 1078 છોડ મળી આવતા પોલીસે 120 કિલોના ગાંજાના જથ્થા સાથે કુલ 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વાવેતર કરનાર પારજીજી વલાજી ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: June 26, 2019, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading