Home /News /north-gujarat /દીકરીના જન્મ પછી પુત્રવધૂ અમને બ્લેકમેઇલ કરી રહી છે: દિલીપ ઠાકોર

દીકરીના જન્મ પછી પુત્રવધૂ અમને બ્લેકમેઇલ કરી રહી છે: દિલીપ ઠાકોર

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની ફાઇલ તસવીર

'દીકરી જન્મતા અમે તેને કાઢી મુકી નથી. હું આજે અને અત્યારે જ દીકરીને લઇ જવા તૈયાર છું'

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા

    બનાસકાંઠામાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની પુત્રવધુએ પતિ અને સાસુ-સસરા પર ગંભીર આરોપો લગાવચા ચકચાર મચી હતી. દિલીપ ઠાકોરની પુત્રવધુ જુમાબેને પત્રકાર પરિષદ યોજી સાસરિયા દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ લગાવ્યા હતો. તેમાં આજે દિલીપ ઠાકોરે કહ્યું કે, અમારી પુત્રવધૂ અમને બ્લેકમેઇલ કરે છે. દીકરી જન્મતા અમે તેને કાઢી મુકી નથી. હું આજે અને અત્યારે જ દીકરીને લઇ જવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારમાં દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર તથા ડિઝાસ્ટર ઉપરાંત યાત્રાધામ વિકાસ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે.

    પુત્રવધૂએ શું કહ્યું હતું?

    પત્રકાર પરિષદમાં જુમાબેને પતિ અને સાસુ-સસરા પર કેટલાક ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું કે તેમના ઘરે પુત્રીનો જન્મ થતા સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં મંત્રી દિલીપ ઠાકોર અને તેમના પુત્ર દ્વારા છુટાછેડા આપવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. સમગ્ર મામલે જુમાબેને દિયોદર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જુમાબેને જણાવ્યું કે મંત્રી દિલીપ ઠાકોરના પુત્રએ ત્રણ લગ્ન કર્યા છે, આ ત્રણેય લગ્નમાં તેમના ઘરે પુત્રીના જન્મ થયા છે, જેના કારણે મંત્રી અને તેના પુત્રએ ત્રણેય મહિલાઓને કાઢી મૂકી છે.

    ઠાકોર સેના આવી જુમાબેનની મદદે

    જુમાબેનની પત્રકાર પરિષદમાં ઠાકોર સમાજના લોકો હાજર રહ્યાં હતા, તેઓએ જુમાબેનને સપોર્ટ કરતાં મંત્રી દિલીપ ઠાકોરને ચેલેન્જ આપવાં આવી હતી. ઠાકોર સેના દ્વારા આગામી સમયમાં દિયોદર ખાતે મંત્રીની કારનો ઘેરાવ કરવામાં આવશે. સાથે ચિમકી પણ ઉચ્ચારી કે જરૂર પડ્યે ગાડી પણ તોડી નાખીશું. અગાઉ ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને સોશિયલ મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Daughter-in-law, Dilip thakor, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन