બનાસકાંઠા : પુત્રએ પિતાની કરી હત્યા, બહેન-મિત્રની મદદથી નદીના પટમાં દાટી દીધો મૃતદેહ

બનાસકાંઠાના કાંકરેજના ખરીયામાં પિતા દીકરીનું જ શોષણ કરતો હોવાની ઘટનાથી પુત્રએ પિતાની હત્યા કરી નાખી, (ઇન્સેટ તસવીરમાં મૃતકની દીકરી અને હત્યા બાદ મદદ કરનાર મૃતકના દીકરાનો મિત્ર)

kankrej Khariya Son Daughter Killed Father : બનાસકાઠાના થરા પોલીસ સ્ટેશન ખરીયા નદીના પટમાંથી મળી આવી આધેડની લાશ, દીકરીએ કહ્યું, 'પિતા મારું શોષણ કરતો હતો, ભાભી પર પણ નજર બગાડી હતી'

  • Share this:
    આનંદ જયસ્વાલ : બનાસકાંઠાના (Banskatha) થરા પોલીસ (Thara Police Station) મથક વિસ્તારની હદમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીંયા ખારીયામાં (Khariya village) એક પિતાની (Father) તેના જ સંતાનોએ (Murder) મિત્રની મદદથી હત્યા કરી અને નદીના પટમાં ખાડો કરી લાશ દાટી દીધી હતી. જોકે, પોલીસે જ્યારે આ મામલે મૃતકની દીકરીની (Daughter) પૂછપરછ કરી ત્યારે તેણે ચોંકાવનારી વાત કરી હતી. દીકરીએ પિતા પોતાનું શોષણ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ તેની ભાભી પર પણ દાનત ખરાબ કરી હોવાનું કહ્યું હતું. ભાઈને આ વાતની જાણ થતા દીકરાએ પિતાની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મિત્ર અને બહેનની મદદથી નદીના પટમાં ખાડો કરી અને મૃતદેહ દાટી દીધો હતો.

    આ ચકચારી બનાવની વિગતો એવી છે કે બનાસકાંઠાના થરા પોલીસ સ્ટેશનની હદમાં કાંકરેજના ખરીયામાં પાંચ દિવસ અગાઉ સોમપુરી ગૌસ્વામી ગુમ થયા હતા. દરમિયાન આજે કાંકરેજના ખારીયા ગામની સીમમાં નદીના પટમાંથી તેમનો દટાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે થરા પોલીસ સ્ટેશન અને એલસીબી પાલનપુર તપાસ કરી રહી હતી.

    ખરીયા નદીના પટમાં ખાડામાંથી મળી આવ્યો સોમપુરીનો મૃતદેહ


    ગરમિયાન આ મામલે હત્યારાને શોધવા માટે પાલુપર એલસીબી અને થરા પોલીસ જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને શોઘમાં લાગેલા હતા. દરમિયાન મૃતકની દીકીરીને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આ પૂછપરછમાં તેમણે ચોંકાવનારી વિગતો સામે આપતા પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી.

    આ પણ વાંચો : અમદાવાદ : સાવકી માતાએ દીકરાને મારી નાખ્યો,હાથપગ બાંધી મૃતદેહ કોથળામાં ભરીને ફેંકી દીધો!

    આ યુવતીએ જણાવ્યું હતું કે તેના પિતા 'મારા પિતા મારું શારિરીક શોષણ કરતા હતા અને મારા ભાભીને પણ બદદાનતથી જોતા હતા. આ વલાતની જાણ મારા ભાઈને થઈ જતા મારા ભાઈએ પિતાની હત્યા કરી. મૃતકના દીકરા મહેશપુરીને પિતાની કરતૂતોની જાણ થતા તેણે પિતાની હરત્યા કરી નાખી હતી.



    મહેશપુરીએ પિતાની હત્યા કરી મિત્ર વિપુલસિંહની મદદથી નદીના પટમાં ખાડો ખોદી અને બહેનની મદદથી ઈકો ગાડીમાં લઈ જઈ અને ખોદેલા ખાડામાં લાશ દાટી દીધી હતી. આ મામલે પોલીસે મૃતકની દીકરી અને મદદ કરનાર મિત્ર વિપુલસિંહ રણુભા વાઘેલાની પકડી પાડ્યા છે.

    આ પણ વાંચો : રાજકોટ : સાઇકલ પ્રેમી ઉદ્યોગપતિનું સાઇક્લિંગ દરમિયાન મોત, BRTS ટ્રેક પર કારચાલકે અડફેટે લીધા


    મૃતકને દાટવામાં મદદગારી કરનાર વિપુલસિંહ અને મૃતકની દીકરીને પોલીસે ઝડપી પાડ્યા છે.


    જોકે, આ મામલે હત્યા કરનાર પુત્ર મહેશપુરી હજુ પણ ફરાર છે. આમ નાનકડા એવા ખારીયા ગામમાં પિતાની શરમજનક કરતૂતોએ તેને મોત અપાવ્યું છે તો એક પુત્રના હાથે પિતાની હત્યા થઈ છે. જોકે, એક દીકરીએ ક્યારે પોતાના જ બાપની હત્યા કરાયેલી લાશને દાટવામાં મદદ કરી હશે એ તો સમજવું જ રહ્યું પરંતુ સમગ્ર મામલો બૉલિવૂડની ફિલ્મી કહાણીને પણ શરમાવે તેવો છે.
    Published by:Jay Mishra
    First published: