પાલનપુરઃ રથયાત્રામાં તલવારબાજી સમયે બાજુમાં ઊભેલા યુવકને વાગી તલવાર

News18 Gujarati
Updated: July 4, 2019, 8:36 PM IST
પાલનપુરઃ રથયાત્રામાં તલવારબાજી સમયે બાજુમાં ઊભેલા યુવકને વાગી તલવાર
ઇજાગ્રસ્ત યુવક

શહેરમાં 12 કિલોમીટરની પ્રદક્ષિણા કરીને ભગવાન જગન્નાથ નીજ મંદિર પરત ફર્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિથી પૂર્ણ થઇ હતી.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ ગુજરાતભરમાં જગન્નાથની ઠેરઠેર રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં અલગ અલગ કરતબબાજોએ ભાગ લીધો હતો. બનાસકાંઠાના પાલનપુરની રથયાત્રામાં તલવારબાજી કરતી સમયે એક યુવક ઘાયલ થયો હોવાની ઘટના બની હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠામાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. તેમની સેનામાં સાધુ સંતો અને વિવિધ અખાડાઓએ ભાગ લીધો હતો. શહેરમાં 12 કિલોમીટરની પ્રદક્ષિણા કરીને ભગવાન જગન્નાથ નીજ મંદિર પરત ફર્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિથી પૂર્ણ થઇ હતી.

આ પણ વાંચોઃ-પાલનપુરઃ મળવા બોલાવીને લોકોને લૂંટતી યુવતી સહિત 5 શખસો ઝડપાયા

જોકે રથયાત્રામાં વિવિધ કરતબબાજોએ ભાગ લીધો હતો. જેમાં યોગેશ ઠાકોર નામનો યુવક રથયાત્રાની બાજુમાં ઉભો રહીને તલવારબાજીના કરતબ જોતો હતો. જોકે, તલવારબાજી સમયે આ યુવકને યુવક તલવાર વડે કરતબ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેને તલવાર વાગતા ઘાયલ થયો હતો.

ઇજાગ્રસ્ત યોગેશ ઠાકોરને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.
First published: July 4, 2019, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading