થરાદ: દાદાગીરીથી બોગસ મતદાન, પોલીસે 8 લોકોની કરી અટકાયત

રાદના જમડાં ગામમાં બોગસ મતદાનની ઘટના સામે આવી છે...

રાદના જમડાં ગામમાં બોગસ મતદાનની ઘટના સામે આવી છે...

  • Share this:
થરાદના જમડાં ગામમાં દાદાગીરી સાથે બોગસ મતદાન થતુ હોવાની ઘટનાથી તંત્ર ચોંકી ઉઠ્યું હતું. ગ્રામજનોઓ બોગસ મતદાન થતુ હોવાની જાણ કરવામાં આવતા પોલીસે 8 લોકોની અટકાયત કરી.

મળતી માહિતી મુજબ, થરાદના જમડાં ગામમાં બોગસ મતદાનની ઘટના સામે આવી છે. અહીં કેટલાક શખ્સો બોગસ મતદાન કરવા જતાં હતા, જેને લઈ ગ્રામજનોએ પોલીસને જાણ કરી. જેને પગલે પોલીસે ઘટના સ્થળે આવી બોગસ મતદાન કરવા જતા 8 લોકોની અટકાયત કરી છે.

હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, તેવામાં આ રીતે બોગસ મતદાન કરવાની ઘટના સામે આવતા તંત્ર સાબદુ બની ગયું છે. પોલીસે અટકાયત કરેલા લોકોની પુછપરછ હાથ ધરી છે. આ લોકો કોણ છે, કયા પક્ષ માટે બોગસ મતદાન કરવા આવ્યા હતા. તે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં આ સિવાય EVM ખોટવાયાની અને EVMમાં બ્લૂ ટૂથ કનેક્ટ થયાની ફરિયાદો પણ ઉઠવા પામીને, જેને ચૂંટણીપંચમાં ફરિયાદ કરી આવા EVM બદલવાની પણ માંગ કરવામાં આવી છે.
First published: