Home /News /north-gujarat /

ભાજપના મંત્રી શંકર ચૌધરીની હાર, કોંગ્રેસના ગનીબેન ઠાકોરની જીત

ભાજપના મંત્રી શંકર ચૌધરીની હાર, કોંગ્રેસના ગનીબેન ઠાકોરની જીત

૨૦૧૨ની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરને ૭ ટકા મતથી હરાવ્યા હતા...

૨૦૧૨ની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરને ૭ ટકા મતથી હરાવ્યા હતા...

ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકના, એક-એક કરી પરિણામ જાહેર તઈ રહ્યા છે, ત્યારે વાવ બેઠક પર ભાજપને મોટો ઝટકો લાગે તેવું પરિણામ આવ્યું છે. વાવમાં ભાજપના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસના નેતા ગનીબેઠ ઠાકોરની જીત થઈ છે.

બનાસકાંઠા જીલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક Vav છે. આ બેઠકમાં વાવ તાલુકા, ભાંભર તાલુકા અને પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગામ કેશરગઠનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કુલ ૨,૩૯,૨૭૫ મતદાર છે. જેમાં ૧,૨૬, ૬૯૬ પુરુષ મતદાર છે. જયારે ૧,૧૨,૫૭૯ મહિલા મતદાર છે.

2007-2012નું પરિણામ
આ વિધાનસભા બેઠક પર યોજાયેલી વર્ષ ૨૦૧૨ની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરને ૭ ટકા મતથી હરાવ્યા હતા. આ પૂર્વે વર્ષે ૨૦૦૭માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર માવજીભાઈ પટેલને ૨૭ ટકા મતથી હરાવ્યા હતા.

વાવ બેઠક પર કઈ જ્ઞાતીનું પ્રભુત્વ
નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગના વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના ૩૨ ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પરચૌધરી, ક્ષત્રિયો અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.

આ બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો જણાશે આ બેઠક પર ઠાકોર ૨૭.૪ ટકા, ચૌધરી પટેલ ૧૬.૩ ટકા, દલિત ૧૧.૯ ટકા, બ્રાહ્મણ ૯.૧ ટકા અને રબારી ૯.૧ ટકા જાતિના મતદારો છે. આ બેઠક પર જાતિગત મતદારોને સંખ્યામાં જોઈએ તો દલિત ૨૭,૦૦૦, ચૌધરી ૪૦,૦૦૦ , મુસ્લિમ ૧૩,૫૦૦ , બ્રાહ્મણ ૧૫,૦૦૦, ઠાકોર ૪૧,૦૦૦ જૈન ૮,૦૦૦, રબારી ૧૭,૦૦૦ , દરબાર ૪૫,૦૦૦ જેટલા છે.
First published:

Tags: Assembly election 2017, Geniben thakor, Gujarat assembly election results, Gujarat assembly election results 2017, Gujarat assembly polls result, Gujarat assembly polls result 2017, Gujarat Election 2017, Gujarat election results 2017, Himachal pradesh election results, Shankar Chaudhary

આગામી સમાચાર