Home /News /north-gujarat /

દાંતીવાડામાં પ્રમુખના પુત્રનો બફાટ, ‘સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસને આપીને મજબૂત કરવા છે’

દાંતીવાડામાં પ્રમુખના પુત્રનો બફાટ, ‘સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસને આપીને મજબૂત કરવા છે’

દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રનો બફાટ સામે આવી રહ્યો છે.

લોકસભાની ચૂંટણીનો માહોલ આખા દેશમાં જામી ગયો છે ત્યારે તમામ પક્ષો લોકોને આકર્ષવા માટે હોડ લગાવી રહ્યાં છે.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: લોકસભાની ચૂંટણીનો માહોલ આખા દેશમાં જામી ગયો છે ત્યારે તમામ પક્ષો લોકોને આકર્ષવા માટે હોડ લગાવી રહ્યાં છે. ત્યારે ક્યારેક નેતાઓ એવું બોલી જાય છે કે પાછળથી તેમને પસ્તાવો થઇ જાય. દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રનો બફાટ સામે આવી રહ્યો છે. તાલુકા પંચાયતના પુત્રએ ભાજપ વિરોધી સૂર ઉચ્ચાર્યા છે, અને કોંગ્રેસના તરફેણમાં નિવેદન આપ્યું હતું. જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર પણ હાજર હતાં.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે દાંતીવાડા તાલુકામાં એક જાહેર સ્ટેજ પરથી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પુત્ર રમેશ ચૌહાણે જાહેર સભામાં બધાની વચ્ચે બફાટ કર્યો હતો કે, આ વખતે સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના લોકોને આપી તેમના હાથ મજબૂત કરવા છે. વાર્ષિક રૂપિયા 6 કરોડની ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓને જ આપવાની છે. ભાજપનાં લોકોને એક પણ રૂપિયો આપવો નથી.

    પ્રમુખના પુત્ર રમેશ ચૌહાણનાં આ નિવેદનથી ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં રમેશ ચૌહાણનો આ વિવાદિત બફાટવાળો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Banaskantha, Banaskantha S06p02, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat Lok Sabha Elections 2019, Saurastra, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन